________________
૧૯૨ કર્મ-વિચાર ભાગ-૩
કરવા જેવી જાગ્રત પ્રવૃત્તિ કરવા છતાં આત્મા તેને જોઈ કે જાણી શકતો નથી. તેથી પ્રથમના ચાર દર્શનાવરણીય કરતાં આ પાંચ દર્શનાવરણીય કાંઈક જુદી જાતના છે. કર્મનું નામ
તેનું ફળ-પરિણામ-અસર. ૧૫. સાતવેદનીય આત્મામાં સુખની લાગણી ફેલાવે ૧૬. અસાતવેદનીય આત્મામાં દુઃખની લાગણી ફેલાવે
આનું નામ વેદનીય કર્મ છે. આ કર્મ પણ પ્રથમનાં બન્ને કર્મોની માફક આત્મા ઉપર જ સીધી અસર ઉત્પન્ન કરે છે. તેથી તે પણ જીવવિપાકી છે. જેમ પ્રથમનાં બે કર્મો આત્માની જ્ઞાનશક્તિ અને દર્શનશક્તિને ઢાંકે છે, તેમ આ કર્મ પોતામાં રહેલા પરમાનંદને ઘણોખરો ઢાંકી દે છે. આનંદ મર્યાદિત થઈ ગયા પછી અનુકૂળ સામગ્રી અને પ્રતિકૂળ સામગ્રી એ બેથી કંઈક સુખ અને કંઈક દુઃખની લાગણી ઉત્પન્ન થાય છે. નહીંતર આત્માને કંઈ પ્રતિકૂળ કે અનુકૂળ એવું છે જ નહીં. તે તો દરેક ક્ષણે આનંદમય જ રહી શકે છે તેને બદલે આનંદની બાબતમાં તેની સ્થિતિ સંકુચિત કરનાર આ વેદનીય કર્મ છે. કર્મ
તેનું ફળ-પરિણામ-અસર ૧૭. સમ્યક્વમોહનીય (સમ્ય) દર્શનશક્તિને સહેજ ઢાંકે છે. ૧૮. મિશ્રમોહનીય (સમ્યગ) દર્શનશક્તિને મધ્યમ રીતે ઢાંકે છે. ૧૯. મિથ્યાત્વમોહનીય (સમ્યગ) દર્શનશક્તિને બહુ જ ઢાંકે છે.
અથવા (અતિસમ્યક્વમોહનીય)
આ કર્મનું નામ દર્શનમોહનીય કર્મ કહેવાય છે.
સમ્યમ્ દર્શન એટલે જ્ઞાન અને વર્તનની પાછળ રહેલું શુદ્ધ દષ્ટિબિંદુ, તે અંતરંગવિચારના પહેલા પાઠમાં સમજાવેલ છે. તે ઉપરથી તે શક્તિને આવરણ કરનારાં આ કર્મોની શી શી અસર થાય તે સમજી શકાય તેમ છે. જો એ ત્રણ કર્મો ન જ હોય, તો આત્માની સમ્યગદર્શનશક્તિ