________________
કર્મોનાં નામ, પરિણામ, ફળ, અસર ૧૯૧
પાડવાનું કારણ વ્યવહારને સાથે સાથે શાસ્ત્ર સાથે સંગત રાખવા માટે છે, નહીંતર ઇંદ્રિયદર્શન અને ઇંદ્રિયદર્શનાવરણીય કહેવાથી ચાલી શકે.
કર્મનું નામ તેનું પરિણામ-ફળ-અસર ૧૦. નિદ્રા દર્શનાવરણીયકર્મ ઊંઘ આવે. ૧૧. નિદ્રાનિદ્રા દર્શનાવરણીયકર્મ વધારે ઊંઘ આવે. ૧૨. પ્રચલા દર્શનાવરણીયકર્મ બેઠાં બેઠાં કે ઊભા રહેતાં પણ ઊંઘ
આવે એવી ગાઢ ઊંઘ. ૧૩. પ્રચલાપ્રચલા દર્શનાવરણીયકર્મ ચાલતાં ચાલતાં પણ ઊંઘ આવે એવી
ગાઢ ઊંધ. ૧૪. થિસદ્ધી દર્શનાવરણીયકર્મ ઊંઘમાં ને ઊંઘમાં કંઈક કામો કરી
નાંખે છતાં ભાન ન રહે, એટલી બધી
અત્યંત ગાઢ ઊંઘ. આ પાંચ કર્મો પણ દર્શનાવરણીય કહેવાય છે. જો કે પ્રથમના ચાર દર્શનાવરણીય કરતાં આમાં ઘણો ફેર છે. કેમકે પ્રથમનાં ચાર કર્મો તો જીવન દર્શનશક્તિને સીધી રીતે ઢાંકે છે. છતાં જે કાંઈ શક્તિ બાકી રહી હોય, તેને પણ અમુક મુદત માટે આ નિદ્રાદિક પાંચ કર્મો ઢાંકે છે.
જેમકે, તમને અત્યારે કાંઈક તો ચક્ષુર્દર્શન થાય છે. પણ ઊંઘ આવ્યા પછી કંઈ જોઈ શકો ખરા ? '
તેનું કારણ એ છે કે, આ નિદ્રાકર્મને લીધે તમને ઊંઘ આવી ગયેલી હોય છે, એટલે તમે કાંઈ જોઈ શકતા નથી. કોઈ બોલે તે સાંભળી પણ શકતા નથી. પણ તે અમુક મુદત સુધી. વળી પાછા જુઓ છો, સાંભળો છો વગેરે.
તેવી જ રીતે નિદ્રાનિદ્રા વગેરે વધારે ગાઢ રીતે ઉઘાડી શક્તિઓને ઢાંકે છે, અને છેવટે થિણદ્ધિમાં તો જાગતા માણસની માફક કામ કરવા છતાં ઊંઘ રહ્યા કરે. એ ઘણી જ ગાઢ ઊંઘ છે અર્થાત્ ચક્ષુર્દર્શન અને અચક્ષુદર્શનની જે શક્તિ ખુલ્લી હોય છે તેને એટલી બધી દબાવે છે કે કામ