________________
૧૯૦ કર્મ-વિચાર ભાગ-૩
૭. અચક્ષુદર્શનાવરણીય અચક્ષુદર્શન નામની શક્તિ ઉપર આવરણ કરે ૮. અવધિદર્શનાવરણીય અવધિદર્શન નામની શક્તિ ઉપર આવરણ કરે ૯. કેવળદર્શનાવરણીય કેવળદર્શન નામની શક્તિ ઉપર આવરણ કરે
આ ચાર કર્મો દર્શનાવરણીય કર્મ કહેવાય છે. જેમ આપણા આત્મામાં કેવળજ્ઞાનની શક્તિ છે તેમ જ કેવળદર્શનની શક્તિ પણ છે, દર્શન એટલે વસ્તુમાં રહેલા સામાન્ય ધર્મનું જ્ઞાન, તે દર્શન.
જેમ કેવળજ્ઞાનને આવરણ છે, તેમ જ કેવળદર્શનને પણ આવરણ હોય છે. છતાં પણ કંઈક દર્શનશક્તિ તો ખુલ્લી રહે છે તેને અવધિદર્શન કહે છે જે રૂપવાળા પદાર્થોના, (અવધિજ્ઞાનની પહેલાં) સામાન્ય ધર્મને જાણે છે. તે અવધિદર્શન, અને તેને પણ અવધિદર્શનાવરણીય કર્મ આચ્છાદન કરે છે. છતાં પણ વળી જે કંઈક ભાગ ઉઘાડો રહે છે તેને ઇંદ્રિયદર્શન કહી શકાય. એટલે ઇંદ્રિયોથી વસ્તુના સામાન્ય ધર્મને જાણવાની શક્તિ બાકી રહે છે. તેને પણ કેટલેક અંશે ઢાંકે, તે કર્મનું નામ ઇંદ્રિયદર્શનાવરણીય કહી શકાય.
જો કે શાસ્ત્રીય પદ્ધતિથી આમ કહેવામાં વાંધો ન આવે, પરંતુ શાસ્ત્રમાં ઇંદ્રિયદર્શન અને ઇંદ્રિયદર્શનાવરણીય નામ ન આપતાં ચક્ષુર્દર્શન અને અચક્ષુદર્શન તથા ચક્ષુર્દર્શનાવરણીય અને અચક્ષુદર્શનાવરણીય નામ રાખ્યાં છે. કારણ કે–“દર્શન’ શબ્દનો શબ્દાર્થ “જોવું થાય છે. (જો કે શાસ્ત્રકારોને તેટલો જ અર્થ સંમત નથી, કોઈપણ વસ્તુના સામાન્ય ધર્મને જાણવાની શક્તિનું નામ દર્શન છે. તેમાં આંખથી જે વસ્તુના સામાન્ય ધર્મનું જ્ઞાન કરવું તે દર્શન છે.) અને જગતના સામાન્ય વ્યવહારમાં આંખથી જોવાના જ અર્થમાં “દર્શન’ શબ્દ પ્રચલિત છે. તેથી એ વ્યવહાર તરફ પણ શાસ્ત્રકારોનું દુર્લક્ષ્ય નથી. તેથી તેનાં બે નામો વહેચી નાંખ્યાં છે. આંખ નામની ઇંદ્રિયથી સામાન્ય ધર્મનું જ્ઞાન, તે ચક્ષુર્દર્શન. અને આંખ સિવાયની બીજી ઇંદ્રિયોથી સામાન્ય જ્ઞાન તે અચક્ષુર્દર્શન અને તે બેનાં આવરણો જુદાં જુદાં ગણાવ્યાં. જો કે અચક્ષુર્દર્શનના બીજી ઇંદ્રિયોરૂપે તે તે પેટા ભેદો થઈ શકે, અને તેના આવરણના પણ તેવા જ પેટા ભેદો થઈ શકે, પરંતુ સંક્ષેપની ખાતર તે બધાને એકમાં ગણાવ્યા છે અને ચક્ષુદર્શનનો ભાગ જુદો