________________
૨૩૪ કર્મ-વિચાર ભાગ-૩
પાસે તેમાંની ચીજો હોય તો તે પોતાની કેમ થાય ? તેને માટે વલખાં મારવામાં બાકી ન રાખે. કદાચ એ બધું મળી જાય, તોપણ જરાયે સંતોષ નહીં, બલ્કે પહેલાના જેવો જ તીવ્ર અસંતોષ ચાલુ જ હોય, ને વળી ત્રીજા પાસેનું મેળવી લેવાનું મન કરે. ધારો કે કદાચ એ બધુંયે મળી જાય, તોયે પોતાની જરાયે કામની ન હોય એવી કોઈ પણ પોતાની વસ્તુને કોઈ અડકે, તો તેનો જીવ કળીયે કળી કપાઈ જાય. કોઈ તે વસ્તુ માંગે કે લે, તો તો પછી તેની મનોદશાની વાત જ શી ? જોકે કોઈ લઈ શકે તેવો તો પ્રસંગ જ ઉપસ્થિત થવા ન દે. “કોઈ લઈ જશે, અથવા જોશે તો કોઈ વાપરવા પણ માંગશે’” આવા ભાવિ ભયની શંકા કરીને તે વસ્તુઓને છુપાવવા પ્રયત્ન કરે છે. સાતમે પાતાળ છુપાવી રાખે છે અને રક્ષણને માટે જેટલા શક્ય પ્રયત્નો હોય, તે બધા કામે લગાવે છે. તેમ છતાં ભોગ જોગે કોઈ લઈ જાય તો એટલો બધો માસિક પરિતાપ કરે, સામાને ગાળો દે, શ્રાપ દે અને જરૂર જણાય તો ખુશામતો કરે, ગરીબીયે ગાય. એમ અનેક અધમ લાગણીઓને વશ થાય અને જો તે ચીજો પાછી મળી જાય, તો કેમ જાણે સ્વર્ગનું રાજ્ય મળ્યું હોય, તેમ ખુશ ખુશ થઈ જાય. છતાં માયાવૃત્તિથી તે વૃત્તિને પણ છુપાવી રાખી શકે. આવી ભયંકર લાલચવૃત્તિ-આસક્તિવૃત્તિ કેટલાંક પ્રાણીઓમાં જોવામાં આવે છે. તે અનંતાનુબંધીય લોભકષાય નામના ચારિત્રાવરણીય મોહનીયકર્મને લીધે ઉત્પન્ન થાય છે.
આ અનંતાનુબંધીય કષાયવાળા પ્રાણીની દૃષ્ટિ શુદ્ધ તો ન જ હોય, અર્થાત્ તે મિથ્યાર્દષ્ટિ જ હોય. એ તો ખરું પણ તેનું ચારિત્ર-વર્તન કેવું ભયંકર હોય, તે ઉપરની હકીકત ઉપરથી બરાબર સમજાયું હશે. અહીં એટલું ખાસ યાદ રાખવું કે આ અનંતાનુબંધીય કષાયવાળાને બાકીના બારે કષાયો યથાયોગ્ય રીતે સાથે ભળેલા જ હોય છે. તેના તો કષાયો પણ તેવા જ તીવ્ર હોય છે. પ્રાણીઓના સ્વભાવોનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી જો બરાબર પૃથક્કરણ કરીએ, તો એ બધાને બરાબર ચોક્કસ સ્વરૂપમાં આપણે સમજી શકીએ.
બાકીના કષાયો જો તે એકલા હોય ત્યારે તેઓનું સ્વરૂપ બરાબર સમજી જ શકાય, માટે તે બીજા કષાયો જે સ્થિતિમાં એકલા હોય છે, તે