________________
૨૭૪ કર્મ-વિચાર ભાગ-૩
અમુક આત્માનું આધિપત્ય જામે છે.
૧૦૩. ૫૫. ૧. સુરભિગંધનામકર્મ–દાખલા-કસ્તૂરી મૃગ, ગુલાબ વગેરેનાં ફૂલો, માટી, સુખડ.
૧૦૪. ૫૬. ૨. દુરભિગંધનામકર્મ–દાખલા-લસણ, ડુંગળી, કેટલાક કીડાઓ.
આમાં પણ ચિત્રવિચિત્ર ગંધો હોય છે. પ્રત્યેક પ્રાણીના શરીરની જુદી જુદી કંઈક વિલક્ષણ ગંધ હોય છે. પરંતુ તે બધાનું સંક્ષેપથી એકીકરણ આ બે પ્રકારમાં થાય છે.
૧૦૫. ૫૭. ૧. તિક્તરસનામકર્મ–દાખલા-અંદરજવ, કડુ, કુંવાર, કારેલા, લીંબડો.
૧૦૬. ૫૮. ૨. ટુકરસનામકર્મ–દાખલા—મરી, મરચાં, સૂંઠ, લવિંગ.
તજ,
૧૦૭, ૫૯. ૩. કષાયરસનામકર્મ–દાખલા-હરડે, સોપારી, મીંઢીયાવળ, નસોત૨.
૧૦૮, ૬૦, ૪, અમ્લરસનામકર્મ–દાખલા–આંબલી, લીંબુ, કેરી, આંબળાં, બિજોરાં.
૧૦૯, ૬૧. ૫. મધુ૨સનામકર્મ–દાખલા-શેરડી, ચીકુ, પાકાં કેળાં, પાકી કેરી.
સંસ્કૃત ભાષામાં-તિક્ત શબ્દનો અર્થ ‘કડવું’ એવો પણ થાય છે. અને કટુકનો અર્થ તીખું એવો પણ થાય છે. જો કે પ્રતિ પ્રાણીને પોતપોતાના શરીરનો સ્વાદ જુદો જુદો હોય છે. અને તેનું પ્રેરક કર્મ પણ પોતપોતાને જુદું જુદું હોય છે, પરંતુ બધાનું એકીકરણ કરતાં આ પાંચ જાતના રસમાં અથવા તેના મિશ્રણથી ઉત્પન્ન થતા અનેક પ્રકારોમાં સમાવેશ પામી શકે છે. અહીં એટલું યાદ રાખવું કે દાખલાઓમાં જણાવેલાં પ્રાણીઓમાં વર્ણાદિ ચારેય હોય છે. પરંતુ તેમાંથી જેમાં જે મુખ્ય હોય છે તે ધ્યાનમાં રાખીને દાખલા