________________
કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૭૩
સ્પર્શ આઠ નક્કી કર્યા છે. ટાઢો, ઊનો, સુંવાળો, ખડબચડો, ભારે, હલકો, લૂખો અને ચીકણો.
આ રીતે આ વર્ણાદિ ૨૦ નક્કી કરવામાં આવ્યા છે. બીજા બધા પ્રકારોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શરીરની રચનાના પ્રથમ ક્ષણથી જ પ્રાણીના પોતાના કર્મ પ્રમાણે વર્ણાદિનો પરિણામ થવા માંડે છે.
૯૮. ૫૦. ૧. શ્યામવર્ણનામકર્મ–ભેંશ, બકરી, હબસી, ભીલ, કાગડા, ભમરા, કોયલ વગેરે પ્રાણીઓનાં શરીર કાળાં જણાય છે, તેનું છે કારણ તેઓના ઔદારિક શરીરની વર્ગણામાં રહેલા સ્વાભાવિક વર્ણો કાળા વર્ણરૂપે પરિણામ પામ્યા છે. તેમ થવામાં આ કર્મ પ્રેરક છે. દરેકની કાળાશમાં થોડો થોડો ફેર જાય છે, તેનું કારણ દરેકનું શ્યામવર્ણનામકર્મ જુદી જુદી જાતનું હોય છે તે છે. હવે પછીના બીજાં વર્ણ નામકર્મો તથા ગંધ નામકર્મો વગેરેની વ્યાખ્યા આ પ્રમાણે જ સમજી લેવી.
૯૯, ૫૧. ૨. હારિતવર્ણનામકર્મ–દાખલા-ઇયળો, ઝાડનાં પાંદડાં, પોપટ, લીલી દ્રાક્ષ.
૧૦૦. પર. ૩. રક્તવર્ણનામકર્મ–દાખલા-ઘોડા, ગાય, હરણ, લાલ માછલું, મરચાં, પોથી.
- ૧૦૧. પ૩. ૪. પીતવર્ણનામકર્મ–દાખલા–ભમરીઓ, સિંહ, કૂતરા, સંતરા, મોગરાનાં ફૂલ.
૧૦૨. ૫૪. ૫. શ્વેતવર્ણનામકર્મ—દાખલા–ગાય, ઘોડા, માણસો, ધોળા કબૂતર, ફૂલ, જુવાર, સસલું.
કેટલાકના રંગો આથી જુદી જાતના હોય છે અથવા ચિત્રવિચિત્ર હોય છે. છતાં તેમાં મુખ્યપણે તો આ પાંચનું જ મિશ્રણ હોય છે. અથવા પાંચેય જુદા જુદા સ્થાનમાં ગોઠવાયેલા હોય તેથી પણ ચિત્રવિચિત્ર લાગે અથવા તે તે પ્રાણીઓના પોતપોતાના વર્ણને માટે જુદી જુદી જાતના વર્ણ નામકર્મ માનવામાં વાંધો નથી. માત્ર શાસ્ત્રમાં સંક્ષિપ્ત સંગ્રહ કરવા માટે આ પાંચ પ્રકારો બતાવ્યા છે. પરમાણુઓના કુદરતી વર્ણો ઉપર આ કર્મને લીધે