________________
પાઠ ૮મો
આઠ કિરણો (ચાલુ). ઉદ્વર્તન : અપવર્તન : ઉદીરણા ઉપશમના ૫. કર્મ બાંધતી વખતે સ્થિતિ અને રસ જે પ્રમાણમાં હોય છે.
તે બન્નેયમાં જે કરણને લીધે–યોગ અને અધ્યવસાયના બળને લીધે પ્રબળ સાધનને લીધે–વધારો થાય, તે ઉદ્વર્તનાકરણ. સ્થિતિ અને રસ વધવાં તે ઉદ્વર્તના.
ઉદ્વર્તનાકરણને લીધે તેવા પ્રકારના યોગ અને અધ્યવસાયના બળને લીધે ઉદ્વર્તન થાય. એટલે કે સ્થિતિ અને રસ વધે છે.
૬. એવી જ રીતે, સ્થિતિ અને રસનું ઘટવું, તે અપવર્તના. જે યોગ અને અધ્યવસાયના બળથી અપવર્તના થાય-સ્થિતિ અને રસ ઘટે, તેનું નામ અપવર્તનાકરણ.
૭. “અમુક કર્મપ્રદેશોનો ભાગ આત્મપ્રદેશો સાથે અમુક વખત સુધી રહેશે.” એવો વખતનો–સ્થિતિનો નિયમ થાય છે. એ વાત આવી ગઈ છે. હવે, એ વખત બરાબર પૂરો થતો આવતાં જ તે કર્મનો ભાગ પોતાનું ફળ બતાવે છે તેને ઉદય છે.
પરંતુ, જે વખતે ફળ બતાવવાનો વખત નક્કી થયો હોય, તે વખત આવી પહોંચતાં પહેલાં જ કર્મો પોતાનું ફળ આપવા તૈયાર થાય, અને ફળ આપે, એને ઉદીરણા કહે છે.
ઉદય એટલે વખત આવી પહોંચતાં જ કર્મ પોતાનું ફળ સ્વાભાવિક રીતે બતાવે અને ઉદીરણા એટલે વખત આવી પહોંચતાં પહેલાં કર્મો