________________
આઠ કરણો (ચાલુ) ૧૦૭ ઉદયમાં આવે–પોતાનું ફળ બતાવવા તૈયાર થાય, બતાવે.
- ઉદયમાં અને ઉદીરણામાં આ તફાવત છે. જેમકે–આ ક્ષણે તમે હાસ્યોત્પાદક કર્મ બાંધ્યું છે, અને તે એવી રીતે બાંધ્યું છે કે, જેથી એક મહિના પછી તમારે હસવું પડે. એક મહિનો પૂરો થતાં જ તમને હસવું આવવાનું જ. ત્યારે “બરાબર નિયમિત વખતે હાસ્યોત્પાદક કર્મે પોતાનું ફળ બતાવ્યું. હાસ્યોત્પાદક કર્મ ઉદયમાં આવ્યું, એમ કહેવાય.” કારણ કે, સ્વાભાવિક રીતે વખત પૂરો થતાં જ કર્મે પોતાનું ફળ બતાવવું જ પડે, ઉદયમાં આવવું જ પડે. પરંતુ જો મહિનો પૂરો થયા પહેલાં જ તે કર્મના ફળ રૂપે હસવું આવી જાય, તો તે હાસ્ય કર્મની ઉદીરણા થઈ ગણાય.
ઉદીરણા એટલે સ્થિતિ પૂરી થયા પહેલાં કર્મનું ફળ ભોગવી લેવું. અને તેવી ઉદીરણા જેને લીધે—જે યોગ અને અધ્યવસાયના બળને લીધે થાય, તેનું નામ ઉદીરણાકરણ કહેવાય છે.
લાકડું સ્વાભાવિક રીતે સળગતું સળગતું આગળ ને આગળ સળગે છે તેને સંકોરીએ, તો તે વહેલું બળે છે. તે જ પ્રમાણે કર્મોના ઉદયમાં અને ઉદીરણામાં ફરક છે.
૮. યોગ અને અધ્યવસાયના જે બળને લીધે કર્મો શાંત પડ્યાં રહે, જેમાં ઉદય કે ઉદીરણા વગેરે ન થાય. તેનું નામ ઉપશમનાકરણ. ઉપશમનાકરણને લીધે કર્મો ઉપશાંત-શાંત-રહે છે. કર્મોનો ઉપશમ રહે છે.
હવે બરાબર સમજયા હશો કે :
કરણ એટલે યોગ અને અધ્યવસાયને લીધે થયેલી આત્માની પરિણતિઓ–આત્માની દશાઓ. એવી દશાઓ જો કે અસંખ્ય થઈ જાય, પરંતુ મુખ્યપણે આઠ વિભાગમાં દરેકનો સમાવેશ કરી લીધો છે અને તેનાં કાર્ય પણ આઠ છે. તે નીચે પ્રમાણે :
બંધનકરણથી....... કર્મનો બંધ થાય છે. નિદ્ધતિકરણથી............કર્મનો નિદ્ધતબંધ થાય છે. નિકાચનાકરણથી.......કર્મનો નિકાચિતબંધ થાય છે. સંક્રમણકરણથી.........કર્મોનો સંક્રમ થાય છે.