________________
પાઠ ૭મો
શરીર અને આત્માની પ્રવૃત્તિઓનું પૃથક્કરણ
પહેલા ભાગમાં તમે આત્મા અને જડ વિશે શીખી ગયા છો. જેમાં ચૈતન્ય હોય તે આત્મા, અને ચૈતન્યરહિત હોય તે જડ. તમારું શરીર જડ છે. અને તમારા જડ શરીરમાં ચૈતન્યવાળો આત્મા રહેલો છે. આ બધું તો તમે શીખી ગયા છો. કેમ યાદ આવે છે કે ?
હા, જી ! એ બધું તો બરાબર યાદ છે.
ત્યારે કહો આત્મા સંબંધી બીજો શો શો વિચાર આવી ગયો છે ? આત્મામાં સ્ફુરણો—આંદોલનો થાય છે. લાગણીઓ સ્ફુરે છે. અને કર્મ ઉપર જુદી જુદી અસર પાડનારી લાગણીઓના જુસ્સા (કરણો) પણ આત્માની જ શક્તિ છે.
-
બરાબર, પરંતુ આપણે હંમેશા જે જે કામો કરીએ છીએ, તેમાં આત્માનાં કયાં કયાં કામો છે, શરીરનાં કયાં કયાં કામો છે, કર્મનાં ક્યા કચા કામો છે, આજુબાજુના સ્થળ તથા કાળની પરિસ્થિતિને લગતાં કયાં કયાં કામો છે તે વિચારવાની પણ અહીં જરૂર છે.
કેમ આ વિચારની અહીં શી જરૂર છે ?
ગયા પાઠમાં તમે માનવ-જીવનની સામગ્રી ગણાવી છે, એ સામગ્રીમાં બીજી પણ અનેક સામગ્રીઓ બાકી રહી ગઈ છે અને કેટલીક સામગ્રીઓ કર્યો નથી અપાવી શકતી, છતાં તે પણ તમે કર્મે અપાવી હોય એમ ગણાવેલ છે.
જીવનની બધી સામગ્રી કર્મોએ જ નથી અપાવી શું ?