________________
ગમે તે ભોગે પાર પાડ્યે જ છૂટકો. ૩૩. મારામાં શાસ્ત્ર ભણાવવાની, વિચારવાની શક્તિ છે.
૩૪. તથા ધર્મ તરફ કોઈ વખત સાધારણ પ્રેમ રહ્યા કરે છે, ને કોઈ વખત બેદરકારી પણ રહે છે.
૩૫. ઉચ્ચ સંસ્કારવાળા કુટુંબમાં મારો
જન્મ થયો, જેથી સારી ભાવના, સત્સંગ વગેરે રહી શકે છે.
મનુષ્યની જીવનસામગ્રી (ચાલુ) ૧૬૧
શાસ્ત્રજ્ઞાન કરાવનાર કર્મ.
ધર્મ તરફ પ્રેમ કરાવનાર તથા કોઈવાર બેદ૨કા૨ી કરાવનાર
કર્મ.
ઉચ્ચ કુળ અપાવનાર કર્મ.
આ રીતે મેં મારી અનેક સામગ્રીઓ ગણાવી, તથા તે તે સામગ્રી અપાવનાર કર્મો પણ અનેક ગણાવ્યાં. બીજી પણ સામગ્રી અને કર્મો ગણાવી શકાય ખરાં.
તમારી શક્તિના પ્રમાણમાં ઠીક ગણાવી શક્યા છો. એમ તો કહેવું જ પડશે. તોપણ કોઈ કોઈ પ્રસંગે વસ્તુસ્થિતિ કરતાં જુદી રીતે કર્મો ગણાવ્યાં છે, જેમકે-“શાસ્ત્રો ભણવાની શક્તિ અપાવનાર કર્મ.’' પણ તેવું કોઈ કર્મ નથી.
તેવું કર્મ ન હોવાનાં શાં કારણો છો ?
તે હવે પછીના પાઠોથી સમજાશે.