SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ના, ના. ત્યારે શી રીતે છે ? શરીર અને આત્માની પ્રવૃત્તિઓનું પૃથક્કરણ ૧૬૩ ચાલો, આપણે તે જ વિચારવાનું છે. વાહ ! સુંદરલાલભાઈ કેરીઓનો ટોપલો ભરી લાવ્યા ! તમે બધા સારી રીતે અભ્યાસ કરો છો, તેથી પ્રેમપૂર્વક તમને વહેંચવા આવ્યા જણાય છે, નહીં કે ઉપકાર ખાતર ! સુંદરલાલભાઈ ! બહુ કેરીઓ લાવ્યા. ના, જી ! કંઈ એ ઘણી નથી. સારી કેરીઓ આજે વધારે મળી શકી નહીં, નહીં તો કંઈ બીજું જ ધાર્યું હતું. પરંતુ બન્યું તે ખરું. મારું ભાગ્ય ક્યાંથી કે આવા અભ્યાસી વિદ્યાર્થીઓની ભક્તિનો પૂરેપૂરો લહાવો લઈ શકું ? એમ વિચારવાની કશી જરૂર નથી. બાહ્ય સામગ્રી ભલે થોડી હોય પણ તેની પાછળ રહેલા અગાધ પ્રેમની જ કિંમત છે. એ ખરું, આપણા જેવાની પ્રેમધા૨ા તો વહેતી જ હોય, પરંતુ તેમાં ઉછાળો આણવો હોય—ભરતી આણવી હોય તો, સાધનોની પણ જરૂર પડે જ. જેટલી હદ સુધી અને જેટલા વખત સુધી બાહ્ય સામગ્રી પહોંચે ત્યાં સુધી અને તેટલી હદ સુધી આપણો પ્રેમસાગર ઊછળે; અને ત્યાં સુધી જ આનંદરસનો અનુભવ કરી શકાય. મારી સમજ તો આ પ્રમાણે છે. બરાબર, આપનું કહેવું બરાબર છે. કહો ત્યારે આ કેરીનું શું કરવા ધાર્યું છે ? મને એમ લાગે છે કે દરેક વિદ્યાર્થીને પાંચ પાંચ કૈરી વહેંચી આપીએ, એટલે લગભગ બધાને પહોંચી રહેશે. સારું, ત્યારે એમ કરીએ. હા, અને તે જલદી, કારણ કે તમારા ચાલુ અભ્યાસના કાર્યમાં વિક્ષેપ ન પડે, એ પણ અમારે વિચારવું જોઈએ. ચાલો, તમને બધાને કેરીઓ મળી ગઈ ? હા, જી !
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy