________________
૨૫૬ કર્મ-વિચાર ભાગ-૩
૫૫. ૭. ૩. ત્રીન્દ્રિયજાતિનામકર્મ સ્પર્શ, રસ અને થ્રાણ એ ત્રણ ઇંદ્રિયો અને તેને લગતી બીજી કેટલીક સામગ્રીથી સમાનતા ધરાવનાર બધો પ્રાણીવર્ગ આ વર્ગમાં આવી શકે છે. અને તેની પણ અનેક શાખા પ્રશાખાઓ હોય છે. આ વર્ગમાં પ્રેરક અને તે નામ ધરાવી આપનાર કર્મ, તે ત્રીન્દ્રિયજાતિનામકર્મ કહેવાય છે. ૫૬. ૮. ૪. આ બન્નેમાં પણ ઉપર પ્રમાણે જ વિવેચન
સમજી લેવું. ૫૭. ૯. ૫. માત્ર ચતુરિન્દ્રિયજાતિના વર્ગમાં ચક્ષુરિન્દ્રિય વધારે હોય છે. પંચેન્દ્રિયજાતિ વર્ગમાં શ્રોત્રેન્દ્રિય વધારે હોય છે. બાકી વિગત ઉપર પ્રમાણેના લખાણ પ્રમાણે સમજવી.
ગતિનામકર્મ અને જાતિનામકર્મ પરિસ્થિતિ અને ઉત્પન્ન થવાના સંજોગો નક્કી કરી આપે છે. પરંતુ એટલા ઉપરથી જ તમારો આત્મા અત્યારે છે, તેવી સ્થિતિમાં નથી ગોઠવાઈ શક્યો.
જ્યારે તે આ પહેલાના ભવમાંથી છૂટ્યો હશે, ત્યાં તેને આ સ્થળે– જયાં તમારે ઉત્પન્ન થવું હશે ત્યાં લાવી મૂકનાર આનુપૂર્વીનામકર્મ કહેવાય છે.
જે સ્થળે ઉત્પન્ન થવાનું હોય, તે સ્થળે આત્માને આનુપૂર્વી કર્મ લાવીને મૂકે એટલે તરત પોતાની પાસે મેળવી રાખેલી કર્મની હૂંડીઓ આત્મા વટાવવા માંડે છે. તે જ વખતે–તે જ પહેલે સમયે–શરીરનામકર્મ ઉદયમાં આવે, અને મનુષ્યને યોગ્ય વર્ગણાઓ જ ગ્રહણ કરવાનો હક્ક મળે છે. પરંતુ પર્યાપ્તિનામકર્મના બળ વિના તે ગ્રહણ કરવાનું થાય શી રીતે ? એટલે તે વખતે પર્યાપ્તિનામકર્મ આહારપર્યાપ્તિનામકર્મને કામે લગાડી વર્ગણાઓ ગ્રહણ કરાવવા માંડે છે.
જે વખતે વર્ગણાઓ ગ્રહણ થવા માંડે છે, તે જ વખતે આહાર કરેલી વર્ગણાઓનો જેવું શરીર બનાવવું હોય તેવો પરિણામ થવા માંડે છે, એટલે જો શરીરની રચના ગમન કરવા લાયક અવયવોવાળી કરવાની હોય તે ત્રસનામકર્મ તે વખતે પોતાની અસર બતાવે છે, અને પહેલેથી જ તેને યોગ્ય પરિણામ વર્ગણાઓ થવા માંડે છે અને જો સ્થિર રહેવા યોગ્ય રચના કરવાની હોય તો સ્થાવરનામકર્મ પોતાની અસર બતાવે છે. અને તેવી