________________
૮૪ કર્મ-વિચાર ભાગ-૨
પ્રકૃતિ સ્વભાવ. પ્રકૃતિબંધ એટલે સ્વભાવ નક્કી થવા પૂર્વક કર્મોનો બંધ પ્રકૃતિબંધ. સ્વભાવનો નિયમ થવા પૂર્વક કાર્મણવર્ગણાનું ભાગલા પડીને આત્મપ્રદેશો સાથે મિશ્રિત થવું તે.
સ્વભાવનો નિયમ થવાથી જ તે તે ભાગલાઓનાં તે તે નામો પડે છે. હવે દરેક ભાગનો સ્વભાવ કેવો છે ? અને પોતપોતાના સ્વભાવને અનુસરીને તે દરેકનાં કયાં કયાં નામો અને કામો છે ? તે આગળ ઉપર સમજાવીશું.
જે સમયે, જે યોગબળથી, કાર્મણવર્ગણા આવે છે, ને તેના તે જ સમયે, તે જ યોગબળથી તેના ભાગલા પડી જાય છે, સ્વભાવનો નિયમ થાય છે, અને દરેક ભાગલા આત્મપ્રદેશો સાથે મિશ્રિત થઈ જાય છે.
તેવી જ રીતે “દરેક ભાગના કર્મપ્રદેશો કાર્મણવર્ગણા આત્મપ્રદેશો સાથે મિશ્રિત થઈને કેટલા વખત સુધી રહેશે ?” એવી રીતે વખતનો પણ નિયમ નક્કી થવો જોઈએ ને ? જો વખતનો નિર્ણય ન થાય, તો આત્મપ્રદેશો સાથે કાર્મણવર્ગણા મિશ્રિતપણે એક સમય પણ ન રહી શકે, અથવા અનંતકાળ સુધી રહે. માટે તેનો નિયમ થવો જોઈએ–વખતની મર્યાદા નક્કી થવી જોઈએ.
એક કેદીને કેદની સજા ફરમાવતાં પહેલાં, “તેણે કેટલો વખત કેદમાં રહેવું પડશે?” તેની રહેવાની મુદત પહેલેથી જ નક્કી કરવી જોઈએ. “તેણે કેદમાં ક્યાં સુધી રહેવું ? એક દિવસ ? બે દિવસ ? કલાક ? અડધો કલાક ? વર્ષ ? પાંચ વર્ષ ? છેવટ આખી જિંદગી ? એક મિનિટ ? એક સેકંડ ? અડધીકે પા સેકંડ સુધી ?” એવો કોઈ પણ પ્રકારનો નિયમ કરવો જ જોઈએ ને? ક્યાં સુધી રહેવું ? અને કેદીને ક્યાં સુધી રાખવો ? - તેવી જ રીતે ભાગ પડી ગયેલાં કર્મોએ આત્મપ્રદેશો સાથે એક સમય, બે સમય, ઘડી, બે ઘડી, દિવસ, પાંચ દિવસ, વર્ષ, પાંચ વર્ષ, સો વર્ષ, હજાર વર્ષ, એમ કેટલા વખત સુધી રહેવું ?” એવો નિયમ પણ તે જ વખતે-કર્મબંધ સમયે થઈ જાય છે.” આવી રીતે વખતનો નિયમ થાય છે, તેને “સ્થિતિબંધ' કહે છે.
સ્થિતિ=રહેવું, સ્થિતિબંધ=રહેવાના વખતના નિયમપૂર્વક