________________
બંધના પ્રકારો (ચાલુ) ૮૫
ભાગલાઓનું આત્મપ્રદેશો સાથે મિશ્રિત થવું તે.
હવે, કયા ભાગના વખતનો કેટલો નિયમ થાય છે ? તે બાબતનું ચોક્કસ ધોરણ આગળ સમજાવીશું.
આ સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનકના બળથી થાય છે.
પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ યોગથી થાય છે, ને સ્થિતિબંધ કાષાયિક લાગણી—અધ્યવસાયથી થાય છે, એ ખ્યાલમાં રાખજો.
દરેક ભાગના સ્વભાવનો નિયમ થાય, પરંતુ કર્મનો તે ભાગલો, પોતાનો તે સ્વભાવ કેવા જુસ્સાથી ફળ-પરિણામ બતાવશે ? તે વિચારવાનું બાકી રહી જાય છે.
જેમકે—મરચાં, સૂંઠ, મરી વગેરે ચીજો તીખી હોય છે, પણ કઈ ચીજ કેટલી તીખી છે ? તે નક્કી કરવું પડે છે. તેવી જ રીતે, ગોળ, ખાંડ, શેરડી વગેરે ચીજો ગળી છે, પરંતુ, દરેકના ગળપણમાં તફાવત છે.
તેવી જ રીતે, ધારો કે—એક ભાગલાનો સ્વભાવ તાવ લાવવાનો નક્કી થયો. એટલે તાવ લાવવાનો પ્રકૃતિબંધ થયો, “તાવ એક મહિના પછી બે દિવસ સુધી આવશે.” એવો સ્થિતિનિયમ પણ થયો.
પરંતુ, “બે દિવસ સુધી તાવ આવશે, તે કેવા જોસમાં આવશે ? ૯૯ ડિગ્રી આવશે ? કે ૧૦૫ ડિગ્રી આવશે ?’' એવો કાંઈક પણ નિયમ થવો જ જોઈએ ને?
આવી રીતે, દરેક ભાગલાઓના પ્રદેશોનો, સ્વભાવનો અને વખતનો જેમ નિયમ થાય છે, તેવી જ રીતે, સ્વભાવ બતાવવાના જુસ્સાનો પણ માપપૂર્વક—ચોક્કસ ધોરણસ૨ નિયમ, તે જ સમયે અધ્યવસાયના બળથી થાય છે.
આ નિયમને અનુભાગબંધ, અનુભાવબંધ કે રસબંધ કહેવામાં આવે છે. દરેક ભાગલામાં રસબંધ પણ ઓછોવધતો હોય છે. તેમાં યે ઘણી વધઘટ હોય છે.
૨સબંધનું ચોક્કસ ધોરણ આગળ ઉપર સમજાવીશું. રસબંધ પણ કાષાયિક અધ્યવસાયના બળથી જ થાય છે.