________________
પ્રાણીઓમાં સામ્ય અને વૈષમ્ય ૧૫૧
હા, એ પણ ખરું. ત્યારે એ ક્રમ હું જ તમને આગળ ઉપર સમજાવીશ, એટલે ચાલશે.
તોપણ સામાન્ય વર્ગીકરણ તો હું કરી શકું ખરો. કરો જોઈએ. કરું છું, જી. ૧. જંતુવર્ગ, ૨. પશુવર્ગ, ૩. પક્ષીવર્ગ, ૪. મનુષ્યો. જંતુવર્ગમાં– ૧. પોરા, અળસિયાં વગેરે મૂઢ જંતુઓમાં આવી શકે. ૨. ઇયળ, કંથવા, કીડી વગેરેનો ચપળ જંતુઓમાં સમાવેશ થાય. ૩. ભમરા, વીંછી, કરોળિયા વગેરેનો હિંસક જંતુઓમાં સમાવેશ થાય. ૪. સાપ, નોળિયા, ખિસકોલાં, ઉંદર, માછલાં વગેરેનો મોટાં
પ્રાણીઓમાં સમાવેશ થાય. પશુવર્ગમાં ગામનાં પશુઓ અને જંગલનાં પશુઓનો સમાવેશ થાય.
ગામના પશુઓમાં ગાય, ઘોડા, ઊંટ, હાથી, ભેસ, ગધેડા, બકરા, કૂતરા વગેરેનો સમાવેશ થાય.
વનપશુઓમાં સિંહ, વરુ, વાઘ, રીંછ, સાબર, વાંદરાં, શિયાળ, લોંકડી, ભૂંડ, હરણ વગેરેનો સમાવેશ કરી શકાય.
પક્ષીઓમાં પણ અનેક જાતો જોવામાં આવે છે. મોર, પોપટ, મેના, કાગડા, કબૂતર, હોલા, ચકલી, ગરુડ, ગીધ વગેરે વગેરે અનેક જાતનાં પક્ષીઓ જોવામાં આવે છે. ચામાચીડિયાં પણ હું જાણું છું જે પક્ષી જ ગણાતાં હશે, કારણ કે તેને પાંખ તો છે જ. માત્ર તેની પાંખ ચામડીની હોય એવું જણાય છે.
હા, બરાબર છે. તે પક્ષી જ ગણાય છે.
પક્ષીઓમાં પણ કેટલાંક ગામનાં પક્ષીઓ હોય છે. કેટલાંક વનનાં પક્ષીઓ હોય છે. કેટલાંક પ્રાણી સાથે સંબંધ ધરાવનારાં પક્ષીઓ હોય છે,