________________
પાઠ ૮મો
શરીર અને આત્માની પ્રવૃત્તિઓનું પૃથક્કરણ
ભાઈ ! રસિકલાલ ! ચંપકલાલ સાથે થયેલી વાતચીત તો તમે સાંભળી છે ને?
હા, જી ! અને આખી વાતચીતનો સાર પણ બરાબર સમજ્યા છો કે નહીં? બરાબર સમજ્યો છું ? કહો જોઈએ.
કેરીની મીઠાશ જાણવામાં તથા સુંવાળાપણું અનુભવવામાં શરીર અને આત્મા એમ બન્નેની પ્રવૃત્તિઓ કામે લાગે છે.
બરાબર. ત્યારે હવે હું એક બીજો પ્રશ્ન પૂછું છું, તેનો બરાબર વિચાર કરીને જવાબ આપો.
પૂછો, જોઈએ. આપી શકાશે તો જવાબ જરૂર આપીશ.
લો, ત્યારે આ બે કેરી. વારાફરતી ચાખો. બન્નેમાં તમને કઈ વધારે ખાવી ગમે છે, તે કહો. અને મેં તમને આ પ્રશ્ન પૂછ્યો, ત્યાંથી માંડીને તમે મને પૂરો ઉત્તર આપો ત્યાં સુધીમાં કેટલી પ્રવૃત્તિઓ થઈ ? અને તેમાં કઈ પ્રવૃત્તિ શરીરની અને કઈ પ્રવૃત્તિ આત્માની તે બરાબર પૃથક્કરણ કરીને કહો.
પ્રથમ હું બને કેરીઓ ચાખી લઉં. ચાખી લો.