________________
શરીર અને આત્માની પ્રવૃત્તિઓનું પૃથક્કરણ ૧૬૯ આ બેમાં પ્રથમ કેરી ચાખી, પણ તે ખાટી જ છે. ચાખતાં તો ચાખી, પ્રથમથી જ જો ખટાશની ખબર પડી હોત, તો દાંતને ઈજા થવા ન દેત. બીજી કેરીની મીઠાશ ઘણી સરસ છે. જો આખી ચૂસી જવામાં આવે તો મનને જરૂર બહુ જ આનંદ પડે.
બહુ સારું, એ કરી પછીથી તમે જ ચૂસી જજો. પરંતુ મેં તમને પ્રશ્ન કર્યો, અને તમે મને જવાબ આપ્યો, ત્યાં સુધીમાં શરીરની તથા આત્માની કઈ કઈ પ્રવૃત્તિઓ તમારે કરવી પડી, તેનું સ્પષ્ટ વર્ણન સમજાવો.
આપે મને પ્રથમથી જ પ્રશ્ન પૂછતી વખતે ચેતાવ્યો હતો, જેથી મેં દરેક ક્રિયામાં ખ્યાલ તો બરાબર રાખ્યો છે. એટલે બનતાં સુધી તો જવાબ બરાબર અપાશે, એમ લાગે છે.
- ઘણી ખુશીની વાત. કહો ત્યારે. ૧. આપે જે શબ્દો કહ્યા, તે શબ્દો આ મકાનમાં ફેલાયા, મારા અને સૌના
શરીરને અડકયા, એટલું જ નહીં પરંતુ સૌના તેમ મારા કાન પર તેની અસર, શરીરના બીજા અવયવો કરતાં સ્પષ્ટ થઈ. કાન એ શરીરનો અવયવ છે. શબ્દો ગ્રહણ કરવાની કાનની પ્રવૃત્તિ, તે પહેલી શરીરની
પ્રવૃત્તિ થઈ. ૨. પછી, મારા આત્માએ પાછળ રહ્યું રહ્યું, તે જ શબ્દો બરાબર
સાંભળીને નક્કી કરી લીધું કે, “અમુક શબ્દો સાંભળવામાં આવ્યા.” ત્યાર પછી તેનો અર્થ બરાબર સમજી લીધો કે-“આ વાક્યમાં અમુક મતલબનો હુકમ કર્યો છે. થોડી મિનિટો પહેલાં જેની સાથે વાતચીત થતી હતી તે માનનીય વ્યક્તિના જ આ શબ્દો છે” વગેરે તથા આજુબાજુની પરિસ્થિતિનો પણ નિર્ણય કરી કાઢયો. આ બધી આત્માની જ પ્રવૃત્તિઓ જણાય છે. ત્યાર પછી વાક્યના અર્થ પ્રમાણે વર્તવાનો નિશ્ચય કરી આત્માએ
મનને પ્રેરણા કરી. ૩. ત્યાર પછી મનની પ્રેરણાથી હાથને કામ કરવાની ફરજ પડી. હાથમાં
રહેલા આત્મપ્રદેશો હાથની સાથે તૈયાર થઈ ગયા કે તરત હાથે કેરી