SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ કર્મ-વિચાર ભાગ-૩ એમ બે જાતની જીવની ગતિ થાય છે. તેમાં અમુક સમયે જીવ વર્ગણાઓનું આકર્ષણ કરે છે. જ્યાં ઉત્પન્ન થવાનો છે, તે સ્થિતિને યોગ્ય આત્મપ્રદેશોની સંસર્ગ-વિસર્ગ ગુણને લીધે નાની કે મોટી આકૃતિ બનાવે છે વગેરે કેટલાક બનાવો થાય છે. તે પ્રસંગે સમજાવીશ. આ આનુપૂર્વી કર્મના પણ ગતિ પ્રમાણે ચાર ભેદ પાડવામાં આવ્યા છે. અને વક્ર ગતિ વખતે તેનો ઉદય હોય છે. તેમાંની મનુષ્ય આનુપૂર્વી કર્મે જીવને આ માનવ જન્મને યોગ્ય સ્થાન સુધી લાવીને મૂક્યો, એટલે તેનું કામ પૂરું થાય. આ સ્થાન પાસે જીવ આવે કે તુરત મનુષ્ય ગતિનામકર્મ તેને મનુષ્યને યોગ્ય સામગ્રીઓ આપવાની શરૂઆત કરે છે. તે કર્મ ત્યાં સુધી પોતાનું કામ બજાવશે, કે જ્યાં સુધી એ જીવ મનુષ્યપણે રહેશે. આ રીતે ગતિનામકર્મ, જીવને મનુષ્ય વગેરેને યોગ્ય સામગ્રીઓ સાથે જોડી દે છે. તેથી તેને જીવવિપાકી કર્મ કહ્યું છે. જે ક્ષણથી મનુષ્યગતિને યોગ્ય સામગ્રી મળવાની શરૂઆત થાય છે, તે જ સમયથી મનુષ્યનું આયુષ્ય પણ તેને મનુષ્યપણામાં સ્થિર રાખવાની મદદ કરે છે. એવું આયુષ્ય કર્મ તેણે અહીં ઉત્પન્ન થતાં પહેલાં બાંધ્યું છે. જો મનુષ્ય આયુષ્ય કર્મની જરા પણ મદદ ન હોય, તો જીવ મનુષ્યને યોગ્ય પરિસ્થિતિમાં એક ક્ષણ પણ ન રહી શકે. તેથી કોઈ પણ પ્રકારના વખતનો નિયમ કરનાર કર્મની જરૂર પડે જ છે. ૧. મનુષ્યને યોગ્ય પરિસ્થિતિ પામવા માટે જીવને મનુષ્યરૂપે થવું જ જોઈએ. ૨. એ થતાં પહેલાં પ્રથમ, મનુષ્યપણે ઉત્પન્ન થવાના સ્થાન સુધી તેને આનુપૂર્વી કર્મે લાવી મૂક્યો. ૩. તરત પ્રથમ ક્ષણથી જ તેને મનુષ્યનું આયુષ્ય આયુષ્ય-(મનુષ્યાયુષ્ય) કર્મે આપવું શરૂ કર્યું. મનુષ્યગતિકર્મે તેને મનુષ્યને યોગ્ય બધી સામગ્રી પૂરી પાડવા માંડી. મનુષ્યને યોગ્ય સામગ્રીમાં, મનુષ્યને યોગ્ય શરીર, તે પ્રથમ ધારણ કરવું જોઈએ. માટે પ્રથમ ક્ષણથી જ મનુષ્ય-શરીર બનાવવા માટે, મનુષ્યના શરીરને યોગ્ય પરમાણુઓ (વર્ગણાઓ) મેળવવાનો હક્ક જીવને શરીરનામકર્મ આપે છે. અત્રે યાદ રાખવાનું કે, મનુષ્યને યોગ્ય મુખ્યપણે ઔદારિક શરીર
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy