________________
નામકર્મ ૨૧૧
પરંતુ તે શરીરમાંથી તેનો આત્મા ચાલ્યો ગયો. અર્થાત્ શરીર અને આત્મા જુદાં પડી ગયાં.’’ આ રીતે માણસ મરે છે, ત્યારે તેનો આત્મા મરતો નથી. પરંતુ એ શરીરમાંથી નીકળીને બીજું શરીર ધારણ કરવા ચાલ્યો જાય છે. બીજે જ્યાં તે જાય છે, ત્યાં તેને જે જે સામગ્રી મળવી જોઈએ, તે તમામ સામગ્રી અપાવનારાં કર્મો તેની સાથે હોય છે. તે કર્મોના બળથી આત્મા પોતાનું ભાવિ જીવન જીવવાની તૈયારી કરવા માંડે છે.
આ હકીકત ધ્યાનમાં લઈને—એક જીવ એક શરીરમાંથી જુદો પડ્યા પછી તેનું શું શું થતું હશે ? એ પ્રશ્ન થાય છે.
તે છૂટો થાય કે તરત તેણે કોઈ પણ પરિસ્થિતિમાં દાખલ થવું જોઈએ. એવી મુખ્ય પરિસ્થિતિ જગતમાં ચાર છે. તેમાંની બે પરિસ્થિતિ તો આપણા જાણવામાં જ છે. અને તે એક મનુષ્યની અને બીજી તિર્યંચની.
મનુષ્યની પરિસ્થિતિ એટલે મનુષ્યરૂપે થવું, ઘર બાંધવું, રાજ્ય કરવું, બે પગે ચાલવું અને મનુષ્યને વસવાટ કરવા જેવા પ્રદેશમાં રહેવું વગેરે મનુષ્યને લાયક જે પરિસ્થિતિ, તેનું નામ મનુષ્યગતિ; અને તેવી જ રીતે વાંકા ચાલવું, અવ્યક્ત ભાષા બોલવી વગેરે પશુપક્ષી તથા કીડાને છાજતી જે પરિસ્થિતિ, તે તિર્યંચગતિ કહેવાય. એવી રીતે બીજી બે ગતિઓ છે, દેવગતિ અને નારકગતિ. એમ ચાર ગતિ થઈ.
આમાંની કોઈ એક ગતિમાં ઉત્પન્ન થવાને યોગ્ય કર્મ જીવ બાંધી ચૂક્યો છે.
ધારો કે, તેણે મનુષ્યગતિને યોગ્ય કર્મ બાંધ્યું છે. તેથી ત્યાંથી છૂટીને તે જીવ મનુષ્યગતિ તરફ આવવાને રવાના થાય છે. પરંતુ અહીં પહોંચતાં પહેલાં ત્યાંથી છૂટેલા જીવને જ્યાં જવાનું નક્કી થયું છે, ત્યાં લાવી મૂકનાર એક કર્મ તેને વચ્ચે મદદ કરે છે. આ કર્મનું નામ આનુપૂર્વી કર્મ છે. આ આનુપૂર્વી કર્મ મરણ પછી અને ઉત્પન્ન થતા પહેલાં વચ્ચે આમતેમ ભટકતા જીવને પોતાને ઠેકાણે જવામાં મદદ કરે છે. તેથી તે કર્મને ક્ષેત્રવિપાકી કર્મ કહ્યું છે.
મરણ પછી નવે સ્થળે ઉત્પન્ન થતા પહેલાં બે, ત્રણ, ચાર સમય જેટલો સમય લાગે છે. તેમાં આકાશપ્રદેશોની શ્રેણી પ્રમાણે સીધી અને વક્ર