SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણિજસૃષ્ટિ ૧૩૯ કોઈપણ પદાર્થ તે પ્રાણી કહેવાય. પ્રાણવાળો પદાર્થ–પ્રાણી. હા, બરાબર. કેટલાંક પ્રાણી ગણાવશો, કે જેમાં આત્મા હોય, અને તમારી સાથે કેટલીક કેટલીક બાબતમાં મળતા આવતા હોય. ઓહો ! જોઈએ તેટલાં ગણાવી દઉં. ગણાવો જોઈએ. છોટાલાલ, ચીમનલાલ, પટેલ, ઠાકોર, પ્રધાનજી, ફોજદાર સાહેબ, બા, ભાઈ, કાકા, બહેન, ડોશીમા, બાપા, રાજાજી, સિપાહી દાદા, ન્યાયાધીશ સાહેબ, હાથી, ઘોડા, ગાય, ખચ્ચર, ઊંટ, ગધેડા, ભેંસ, બળદ, પાડા, વાઘ, સિંહ, ચિત્તા, શિયાળ, ભૂંડ, કૂતરા, બિલાડા, પોપટ, કાગડા, સમડી, ચકલી, કોયલ, કાબર, મોર, ઢેલ, કબૂતર, વાંદરા, ખિસકોલી, ચામડચીડિયા, સર્પ, વીંછી, માખી, બગા, ભમરા, ભમરી, કાનખજૂરા, કીડી, મકોડા, ઇયળ, ઊધઈ, અળસિયાં વગેરે વગેરે કેટલાંય પ્રાણીઓ નજરે ચઢે છે. કેટલાંક ગણાવું? બરાબર ગણાવવા બેસું તો પાનાંનાં પાનાં ભરાઈ જાય. શાબાશ રે રસિકલાલ ! અરે ! હજુ તો મને બહુ બહુ યાદ આવે છે. સાંભળો સાંભળો, બકરા, શાહુડી, સસલાં, રોઝ, જિરાફ, શાહમૃગ, હંસ, બતક, બગલા, ટિટોડી, અજગર, ભોફોડું, દીપડો, રેન્ડિયર, હરણ, બુલબુલ, કાકાકૌઆ, ગોરીલા, ઉરાંગઉટાંગ, માછલાં, મગર, મગરમચ્છ, વહેલ, કાલુછીપ, જળસાપ, કાચબા, ઝીબ્રા, કાંગારુ, પતંગિયા, ફૂદાં, તીડ, લલેડાં, ગોકળગાય, મચ્છર, ચાંચડ, ડાંસ, માંકડ, જુ, ઇતરડી, કંસારી, કરોળિયો, ગરોળી, પાણીના પોરા, ઘેટાં, પનીર, ગીધ બસ, બસ, હવે બસ. બહુ ગણાવ્યાં. અરે હજુ પણ યાદ લાવી લાવીને ગણાવું. આ દરેકની પણ પાછી અનેક જાતો ગણાવી શકાય, ધોળાં કબૂતર, લાલ કબૂતર, આસમાની તથા કાબરા કબૂતર વગેરે અનેક ગણાવી શકાય. બસ, બસ. ખૂબ ગણાવ્યાં.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy