________________
૧૩૮ કર્મ-વિચાર ભાગ-૩
ગાય એટલે ? ગાય એટલે? તે ઊભી છે, તે ગાય. બીજું શું? તમે ગાય ખરા કે નહીં ?
ત્યારે ગાય તે રસિકલાલ કહેવાય કે નહીં ?
ના.
કેમ ?
ગાય તે ગાય, ને હું તે હું આ તમારી જોડે કોણ બેઠું છે. મારા મિત્ર ચંપકલાલ છે. એમ ! ચંપકલાલ છે? હા, જી. ઠીક, વારુ, ચંપકલાલમાં અને તમારામાં કંઈ મળતાપણું છે ? હા, ઘણુંયે છે. શું? શું?
શરીરની આકૃતિ સિવાય અમે ઘણી બાબતોમાં મળતા જ છીએ. હુંયે માણસ છું, ને તે પણ માણસ છે.
ચંપકલાલ અને તમે ગાય સાથે કોઈ બાબતમાં મળતા આવો છો?
હા, જી. તે ફરે છે, બેસે છે, ખાય છે, બોલે છે. તેને પણ પગ, આંખ, કાન, નાક, મોં વગેરે અવયવો છે. જોકે તેમાં કેટલાક ફેરફાર છે. પરંતુ કેટલીક બાબતમાં તો અમે મળતા આવીએ છીએ. ગાય પ્રાણી છે. અમે પણ પ્રાણી છીએ. પ્રાણી તરીકે તો અમે ઘણી બાબતમાં મળતા છીએ.
પ્રાણી એટલે ? પ્રાણી એટલે પ્રાણી. પ્રાણી એટલે ચેતનાવંત પદાર્થ, આત્મા–પ્રાણ–જેમાં હોય, એવો