________________
બહિરંગવિચાર
પાઠ ૧લો
પ્રાણિજસૃષ્ટિ
ચાલો, આપણે કર્મનો વિચાર આગળ ચલાવીએ. જી, અમે પણ એ જ ઇચ્છીએ છીએ.
આપણે પહેલા તથા બીજા ભાગમાં આત્મા, પરમાણુ, સ્કંધ, વર્ગણા, કર્મ, બંધ, કરણ, અબાધાકાળ, નિષેક, ઉદયાવલિકા, સત્તા વગેરેનો વિચાર કરી ગયા.
હા. એ બધી વાતો અમે બરાબર સમજ્યા છીએ, પરંતુ બીજા ભાગમાં તો જાણે સુરંગમાં જ ચાલતા હોઈએ, એવી રીતે જ ચલાવ્યું ગયા છો. હવે કંઈ બહારની ખુલ્લી વાતો કરીએ તો સારું.
'ઠીક, એમ જ કરીશું. તમારું નામ શું? મારું નામ રસિકલાલ ! રસિકલાલ એટલે ? હું પોતે, રસિકલાલ છું. આપણી આ શાળાની સામેના પેલા વાડામાં કોણ ઊભું છે ? ગાય.