________________
૨૭૬ કર્મ-વિચાર ભાગ-૩
વિહાયસ્ એટલે આકાશ.
૧૧૮. ૭૦, ૧. શુભવિહાયોગતિનામકર્મ–ગતિ શક્તિવાળા જીવ તથા (પુદ્ગલ) શરીરનો સંજોગ થવા છતાં, ગતિ ક૨વાની શક્તિ ત્રસ નામકર્મ આપે છે. પરંતુ તેમાં શુભ ગતિનું નિયામક આ કર્મ છે.
૧૧૯, ૭૧. ૨. અશુભવિહાયોગતિનામકર્મ–આ કર્મ ઉપરના કર્મથી વિપરીત છે.
જીવમાં રહેલી ગતિશક્તિને ત્રસનામકર્મ મર્યાદિત કરે છે, અને ગતિ-શક્તિ પ્રવર્તવા દે છે. તેમાં શુભાશુભનું નિયામક આ કર્મ છે, એટલે એક રીતે આ કર્મ ત્રસનામકર્મની સાથે સંબંધ ધરાવતું હોય તેવું જણાય છે. પરંતુ તેના બે ભેદ પાડેલા હોવાથી તેની ગણતરી પિંડપ્રકૃતિમાં ગણવાની જરૂર પડી છે.
૧૪. આનુપૂર્વીનામકર્મ.
આનુપૂર્વી ચાર છે. અહીં જગતનું સ્વરૂપ જો કે સમજાવવું જોઈએ. અને તેમાં આકાશદ્રવ્યનું સ્વરૂપ પણ સમજાવવું જોઈએ. આત્માઓ અને પરમાણુઓની ગતિ આકાશપ્રદેશોની શ્રેણી પ્રમાણે કેવી રીતે થાય છે. ગતિવિજ્ઞાનને લગતું જૈનશાસ્ત્રોમાં રીતસર સાંગોપાંગ ચોક્કસ નિયમો શાસ્ત્રીયપદ્ધતિ પર આપ્યા છે તે પણ સમજાવવા જોઈએ, પરંતુ અહીં તે સમજાવવા જતાં ઘણો જ વિસ્તાર થાય, તેથી તે વિચાર હવે પછીના ભાગો ઉપર રાખીને કામચલાઉ હકીકત તમને સમજાવીશ એટલેથી તમારે સંતોષ માનવો જોઈએ.
એક દાખલો લોબારીક વાળાની ઝીણી જાળી ગૂંથેલી હોય, અથવા દવા ચાળવાનો બારીક હવાલો જુઓ. તેમાં બારીક તારો હોય છે. હવે તેમાં પાણી છાંટો. અને પછી એ હવાલાને ત્રાંસો ઊભો રાખો તો પાણીનાં બિંદુઓ મુખ્યપણે તાર સાથે લાગેલાં હશે. અને તારની મદદ પ્રમાણે નીચે ઊતરી આવશે. એમને એમ એ બિંદુઓ નીચે ન પડતાં તારના પ્રમાણે સીધા નીચે ઊતરી આવશે.