________________
પાઠ ૯મો
વણા (ચાલુ)
બીજી ઔદારિક ગ્રહણયોગ્ય મહાવર્ગણા
અને તેની પેટાવર્ગણાઓ
પહેલી મહાવર્ગણામાં–અનંત પરમાણુઓનો એક સ્કંધ, એવા અનંત સ્કંધોની છેલ્લી–અનંતમી પેટાવર્ગણા તમે સમજ્યા. તે ખ્યાલમાં છે કે ?
હા, જી ! બરાબર ખ્યાલમાં છે.
તેના અિનંત પરમાણુઓવાળા) તે સ્કંધમાં જેટલા પરમાણુઓ છે, તેમાં એક પરમાણુ ઉમેરો, એવો જે સ્કંધ થાય, તેવા અનંત સ્કંધોની પહેલી પેટાવર્ગણા ગણો.
એટલે આ પેટાવર્ગણામાં સ્કંધો અનંત અને એક એક સ્કંધમાં પરમાણુઓ પણ અનંત સમજવા. પરંતુ પહેલી મહાવર્ગણાની છેલ્લી પેટાવર્ગણાના એક સ્કંધમાં જેટલા પરમાણુઓ રહેલા છે, તેના કરતાં આ પેટાવર્ગણાના સ્કંધોમાં એક જ પરમાણુ વધારે સમજવો.
એવી રીતે, એક એક પરમાણુ વળી વધારતા જાઓ, એમ વધારતાં વધારતાં અનંત પરમાણુ ઉમેરેલા હોય, તેવો એક સ્કંધ ગણો, અને તેવા અનંત સ્કંધોની છેવટની (અનંત પરમાણુઓના વધારાવાળા અનંત સ્કંધોની બનેલી) અનંતની એક પેટાવર્ગણા આવશે. આ બધી પેટાવર્ગણાઓ મળીને, બીજી મહાવર્ગણા જાણવી.
એક એક પરમાણુનો ઉમેરો કરતાં અનંત પરમાણુનો ઉમેરો, આવી રીતે બનેલી પેટાવર્ગણાઓની જે બીજી મહાવર્ગણા થઈ, તેનું નામ