________________
૩૮ કર્મ-વિચાર ભાગ-૧
છે
૮.
“ઔદારિક (શરીરપણે) ગ્રહણયોગ્ય મહાવર્ગણા” કહેવાય છે. તેનું આવું નામ શા કારણથી છે ? તે આગળ ઉપર સમજાશે.
આવી જ રીતે વધારો કરતાં કરતાં નીચે પ્રમાણે ગ્રહણયોગ્ય કામમાં-ઉપયોગમાં આવે તેવી, ને અગ્રહણયોગ્ય=ઉપયોગમાં ન આવે તેવી, મહાવર્ગણાઓ સમજવી૩. ઔદારિક વૈક્રિય [શરીર માટે અગ્રહણયોગ્ય મહાવર્ગણા. ૪. વૈક્રિય શિરીર માટે ગ્રહણયોગ્ય મહાવર્ગણા.
વૈક્રિય આહારક શિરીર માટે અગ્રહણયોગ્ય મહાવર્ગણા. આહારક [શરીર માટે ગ્રહણયોગ્ય મહાવર્ગણા આહારક તૈજસ [શરીર માટે અગ્રહણયોગ્ય મહાવર્ગણા. જસ [શરીર માટે ગ્રહણયોગ્ય મહાવર્ગણા તૈજસ(શરીર)ને ભાષા માટે અગ્રહણયોગ્ય મહાવર્ગણા. ભાષા માટે ગ્રહણયોગ્ય મહાવર્ગણા
ભાષા અને શ્વાસોચ્છવાસ માટે અગ્રહણયોગ્ય મહાવર્ગણા ૧૨. શ્વાસોચ્છવાસ માટે ગ્રહણયોગ્ય મહાવર્ગણા ૧૩. શ્વાસોચ્છવાસ, અને મને માટે અગ્રહણયોગ્ય મહાવર્ગણા ૧૪. મન માટે ગ્રહણયોગ્ય મહાવણા ૧૫. મન અને કર્મ (શરીર) માટે અગ્રહણયોગ્ય મહાવર્ગણા ૧૬. કર્મ શિરીર માટે ગ્રહણયોગ્ય કાર્મણવર્ગણા) મહાવર્ગણા.
આ સોળ વર્ગણા ઉપરાંત બીજી પણ કેટલીક મહાવર્ગણાઓ છે. પરંતુ આપણા ચાલુ વિષયોમાં છેલ્લી વર્ગણાની ખાસ જરૂર હોવાથી પરમાણુઓ અને વર્ગણાના સંબંધમાં મારે તમને આટલું સમજાવવું પડ્યું છે. બીજી વર્ગણાઓના સંબંધમાં અહીં વિશેષ કહેવાની જરૂર નથી. પ્રસંગે કહીશું. અહીં ગણાવેલી દરેક વર્ગણાઓને સમજવાની આગળ જરૂર પડશે. તેથી આ લિસ્ટ ખ્યાલમાં રાખજો.