________________
૨૦૨ કર્મ-વિચાર ભાગ-૩
આ રીતે દરેક પ્રાણીને ઓછુંવતું આયુષ્યકર્મ હોય જ છે. તેને લીધે તે પ્રાણી થોડો ઘણો વખત તે જ અવસ્થામાં રહે છે. પછી તેની તે અવસ્થા બંધ પડે છે.
ત્યારે હવે કયા પ્રાણીને વધારેમાં વધારે અને કયા પ્રાણીને ઓછામાં ઓછું કેટલું આયુષ્ય હોય? તે વિચારવાનું રહે છે.
તેનું એક લાંબું લિસ્ટ થાય, દરેક પ્રાણીઓનું ઓછામાં ઓછું કેટલું અને વધારેમાં વધારે કેટલું આયુષ્ય હોય, તેને બરાબર લિસ્ટ જૈનશાસ્ત્રોમાં મળે છે, પરંતુ તે આગળ ઉપર સમજવું વધારે ઠીક પડશે, તેથી હાલ તો એટલું જ સમજી રાખો કે, દરેકને થોડું ઘણું આયુષ્ય હોય છે અને તે આયુષ્ય, આયુષ્યકર્મને લીધે જીવને પ્રાપ્ત થાય છે. એટલે પ્રત્યેક જીવને પોતપોતાનું આયુષ્ય હોય છે અને તે પ્રાપ્ત કરાવનારું પ્રત્યેકને આયુષ્યકર્મ પણ પોતાનું જ હોય છે.
જો કે આ આયુષ્યનું લિસ્ટ તો ઘણું મોટું થાય. છતાં તેને સંક્ષેપથી પ્રાણીવર્ગના મુખ્ય ચાર વિભાગ હોવાથી ચાર પ્રકારનું સમજાવવામાં આવ્યું છે.
તેમાંના મુખ્ય બે વિભાગો આપણને પરિચિત છે.
૧. મનુષ્ય નામનો પ્રાણીવર્ગ, ૨. જંતુઓ, કીડાઓ, પશુઓ, પક્ષીઓ વગેરે જેમાં સમાવેશ પામે છે તે તિર્યંચ નામનો પ્રાણીવર્ગઃ આ વર્ગમાં રોકી રાખનારાં બે જાતનાં આયુષ્યો સામાન્યથી કહી શકાય.
મનુષ્યમાં રોકી રાખનાર આયુષ્યકમ તે મનુષ્ય આયુષ્ય કર્મ. એવી જ રીતે તિર્યંચ સ્થિતિમાં રોકી રાખનાર આયુષ્યકર્મ તે તિર્યંચ આયુષ્યકર્મ. કર્મનું નામ
તેનું ફળ ૪૫. મનુષ્ય આયુષ્યકર્મ મનુષ્યનું આયુષ્ય જીવને મળે, એટલે
તેને મનુષ્યની સ્થિતિમાં જઈને ત્યાં
અમુક વખત રોકાઈ રહેવું પડે. ૪૬. તિર્યંચ આયુષ્યકર્મ તિર્યંચનું આયુષ્ય જીવને મળે, એટલે
તેને તિર્યંચની સ્થિતિમાં જઈને અમુક વખત ત્યાં જ રોકાઈ રહેવું પડે.