________________
આયુષ્યકર્મ, ગોત્રકર્મ અને અન્તરાયકર્મ ૨૦૩
૪૭-૪૮. આ રીતે બીજાં પણ દેવાયુષ્ય અને નારકાયુષ્ય, એ બે આયુષ્ય
કર્મો છે.
આ રીતે આયુષ્યકર્મ ચાર પ્રકારના થયા.
મૂળ કર્મ પાંચ અને તેના પેટા ભેદો કુલ ૪૮ સુધી આપણે
સમજ્યા.
હવે આગળ ચાલીએ.
હવે જે કર્મનો વિચાર જરા વધારે છે, તે અહીં છોડી દઈ જેનો વિચાર થોડો છે, તેવાં બે કર્મોનો વિચાર કરી લઈએ.
જે કર્મનો વિચાર હાલ હું છોડી દેવાનું કહું છું તેનું નામ “નામકર્મ છે' અને તેના મુખ્ય ભેદો ૧૦૩ છે. જે બે કર્મોનો વિચાર અત્રે કરી લેવાનો વિચાર રાખ્યો છે તેનાં નામ “ગોત્ર કર્મ” અને “અંતરાય કર્મ’ છે. તેને મુખ્ય ભેદો અનુક્રમે બે અને પાંચ છે.
ઠીક છે. આપને અનુકૂળ પડે તેમ સમજાવો.
૬. આત્માનું સ્વરૂપ તો તમે સમજ્યા છો. તે ઉપરથી તો એમ જ ઠરે છે કે બધા આત્માઓ દરેક રીતે સરખા છે. કોઈ ઊંચ કે નીચ નથી. કોઈ નાનો કે મોટો નથી, કોઈ ઓછો કે અધિક નથી. છતાં આપણે અહીં અમુક જાતિઓ ઊંચી અને અમુક નીચી કહેવાય છે.
જેઓ ઘણી રીતે ઉચ્ચ પરિસ્થિતિ, ઉચ્ચ સંસ્કારો અને ઉચ્ચ જીવનમાંથી પસાર થાય છે, તેઓને ઉચ્ચ વર્ગના કહીએ છીએ, અને કેટલાકને તેથી ઊતરતા માનીએ છીએ. બન્નેની રહેણી-કરણી-રીતભાત તપાસતાં આપણને એ બન્ને પ્રકારનો ભેદ પણ સ્પષ્ટ જણાઈ આવે છે. મનુષ્યોમાં તો એમ જણાય છે. પરંતુ પશુ પક્ષીઓ અને કીડાઓમાં પણ તેવું કંઈક જોવામાં આવે છે. જેમકે—
કાગડો અને પોપટ, બાવળ અને આંબો, પતંગિયા અને કરમિયા, હંસ અને બગલો, સારસ અને ગીધ, ઘોડો અને ગધેડો, હાથી અને ઊંટ, હરણ અને ભૂંડ વગેરે વગેરેમાં સંસ્કારો જુદા જુદા હોય છે, એટલે સારા અને ખોટા એમ બે વર્ગ પડે છે.