________________
૨૦૮ કર્મ-વિચાર ભાગ-૩
કરતાં પણ બળવાન માણસો આપણે જોયા સાંભળ્યા છે. માટે દરેકમાં ઓછુંવત્તું સામર્થ્ય જોઈએ છીએ, છતાં દરેકને વીર્યાન્તરાયકર્મ તો હોય જ છે. કારણ કે આ જગતમાં સમર્થમાં સમર્થ માણસો પણ જગતની ઊથલપાથલ નથી કરી શકતા. તેથી તેને પણ તેટલું વીર્યાન્તરાયકર્મ છે જ.
આ રીતે વિચારતાં આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપમાં હોય ત્યારે, જગતની બધી વસ્તુનો ભોગ તથા ઉપભોગ લે ? અથવા ધારે તે પ્રમાણે જગતની ઊથલપાથલ કરી નાંખે ? અથવા જગતમાં જેટલી વસ્તુઓ છે, તે બધીને નિમિત્ત બનાવીને પોતાની આત્મરમણતા તાજી રાખી શકે ? એ બધું કેમ બનતું હશે ? તથા આવી રીતે એક આત્મા સંપૂર્ણ સ્વરૂપમાં હોય ત્યારે બીજાને માટે બાકી રહે જ શું ?
તે
પ્રશ્ન બરાબર છે. તેનું સમાધાન સમજવું મુશ્કેલ છે. કારણ કે, સૂક્ષ્મ બુદ્ધિગમ્ય છે. જો કે બધી વસ્તુઓ ભોગ્ય તથા ઉપભોગ્ય હોવા છતાં, એકીસાથે કઈ વસ્તુનો ભોગ તથા ઉપભોગ કરવો ? તથા બીજા દરેક જીવોનો પણ તે જ વખતે તેવો જ હક્ક છે. વળી તેના સાક્ષાત્ સંબંધમાં આવ્યા વિના તેનો ભોગ તથા ઉપભોગ શી રીતે જોઈ શકાય ? સાક્ષાત્ સંબંધમાં આવવા માટે એકીસાથે દરેકના સંબંધમાં આવવું પણ શી રીતે સંભવિત થાય ? આ વગેરે પરિસ્થિતિને યોગે દૂરથી જ જગતના ભોગ તથા ઉપભોગથી ઉત્પન્ન થતો શુદ્ધ આનંદ આત્મા દૂરથી જ લઈ શકે છે. એવી જ રીતે પોતાની આત્મરમણતા સિદ્ધ થાય ત્યારે જ તે સંપૂર્ણ સ્વરૂપમાં કહેવાય છે. પછી તેને તેવાં નિમિત્તોની જરૂર પડતી નથી. પહેલેથી જ અનેક નિમિત્તોનો લાભ લેતો લેતો તે ઊંચે ઊંચે ચઢતો જાય છે. આત્મા મલિન અવસ્થામાંથી સંપૂર્ણ-યથાર્થ સ્થિતિમાં પહોંચતાં જેમ જેમ તે ઊંચે ઊંચે ચઢતો જાય છે, તેમ તેમ તેને ઊંચે ચઢાવનારાં અનેક નિમિત્તો મળતાં જાય છે અને તે બધાં .નિમિત્તોને એકઠાં કરીએ, તથા તે બધાં નિમિત્તોનો ઉપયોગ કરતાં કરતાં જે વખત પસાર થાય છે, તે બધું ધ્યાનમાં લઈએ, તો જગતમાં એવી કોઈ પણ વસ્તુ નથી કે જેનો આત્માએ પોતાના વિકાસમાં કોઈક વખત પણ લાભ ન લીધો હોય, તેમ જ જેનું ઇચ્છાપૂર્વક દાન ન આપ્યું હોય, પોતાની શક્તિનો ઉપયોગ જેને માટે ન કર્યો હોય, અને ભોગ તથા ઉપભોગની