________________
આયુષ્યકર્મ, ગોત્રકર્મ અને અત્તરાયકર્મ ૨૦૯
વસ્તુનો ઉપયોગ પણ ન કર્યો હોય. એવી એક પણ વસ્તુ નહીં મળે. પછી તેને તેમ કરવાની જરૂર જ શી રહે ?
જો કે સંપૂર્ણ આત્માને તેવું કાંઈપણ કરવાની જરૂર રહેતી નથી. અને તેથી જ તેવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ તે કરતો નથી જેનાં કારણો અને યુક્તિઓ ઉપર સમજાવેલ છે. છતાં તદ્ તદ્યોગ્ય સંપૂર્ણ શક્તિઓ સંપૂર્ણ આત્મામાં પૂર્ણરૂપે ખીલેલી હોય છે. એ બરાબર સમજાશે.
અંતરાયકર્મના પાંચ ભેદોનો આપણે વિચાર કર્યો તે આ પ્રમાણે છેકર્મનું નામ
તેનું ફળ ૫૧. દાનાંતરાયકર્મ જગતની તમામ વસ્તુના દાનમાં આવરણ પર. લાભાંતરાયકર્મ જગતની તમામ વસ્તુના લાભમાં આવરણ ૫૩. ભોગાંતરાયકર્મ જગતની તમામ વસ્તુના ભાગમાં આવરણ ૫૪. ઉપભોગાંતરાયકર્મ જગતની તમામ વસ્તુના ઉપભોગમાં આવરણ ૫૫. વીર્યંતરાયકર્મ જગતની તમામ વસ્તુના ઉથલપાથલમાં આવરણ
આ રીતે અંતરાયકર્મ પણ આત્માની મહાન મહાન શક્તિઓ, હક્કો અને સત્તા વગેરેને ડુબાવનારું કર્મ છે. માટે તેને જીવવિપાકી કહેવામાં વાંધો નથી. અર્થાત્ તે જીવવિપાકી જ છે. તેવી રીતે ગોત્રકર્મ પણ જીવવિપાકી જ છે. કારણ કે તે પણ આત્માની સમ અવસ્થા ઉપર અસર કરી તેને ઊંચ કે નીચ વ્યવહારના ચોકઠામાં ગોઠવે છે.
ત્યારે આયુષ્યકર્મને જીવવિપાકી કહેવામાં શી અડચણ છે ?
યદ્યપિ દરેક પ્રકૃતિ છેવટે તો જીવ ઉપર જ અસર કરે છે. એ રીતે તેને જીવવિપાકી કહેવામાં વાંધો નથી. પરંતુ તેનું મુખ્ય નિમિત્ત ભવ છે. કારણ કે આયુષ્ય કર્મ મુખ્યપણે મનુષ્ય, તિર્યંચ વગેરે ભવો સાથે સંબંધ ધરાવે છે. માટે તેને શાસ્ત્રમાં વિવિપાકી કર્મ કહ્યું છે.
અહીં સુધી ૭ મૂળ કર્મ અને તેના ૫૫ પેટા ભેદોનો વિચાર કર્યો. તેમાં ૬ મૂળ કર્મ જીવવિપાકી છે અને એક આયુષ્ય કર્મ વિવિપાકી છે. પેટા ભેદોમાં-૫૧ જીવવિપાકી છે અને ૪ ભવવિપાકી છે.