SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્યકર્મ, ગોત્રકર્મ અને અત્તરાયકર્મ ૨૦૭ ત્યારે શું એવી રીતે ભેદ પાડવા ધારીએ તો ઘણા ભેદો પાડી શકાય? શું તે રીતે અનેક ભેદો પાડવામાં શાસ્ત્રકારોનો વાંધો નથી? જેમકે, હું ફૂલનો ઉપભોગ ન કરી શકું, તો મને પુષ્પોપભોગાન્તરાયકર્મ? એવી રીતે અત્તરનો રોજ ઉપભોગ ન કરી શકું, તો તેનું નામ વાસોપભોગાન્તરાયકર્મ? એવાં દરેક જુદાં જુદાં નામ આપી શકાય? બેશક, આપી શકાય. તે બધાંનો મુખ્ય ભેદમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિસ્તારથી સમજવું હોય, તો તેમ ભેદો પાડવામાં વાંધો નથી જ. ઠીક, હવે એ અમે સમજ્યા. હું આગળ કહી ગયો છું, કે પ્રત્યેક જીવને જગતની સમસ્ત વસ્તુઓ ઉપર પોતાનું સ્વત્વ રાખવાનો અધિકાર છે. તેવો જ તે વસ્તુઓનો દાન કરવાનો પણ અધિકાર છે. પરંતુ આપણે તેમ કરી શકતા નથી. ઊલટું અમુક મળે તો ઠીક, અમુક મળે તો ઠીક, એવી આકાંક્ષા કરીએ છીએ. એ બધું દાનાન્તરાય નામના કર્મને લીધે બને છે. જેને દાનાન્તરાય કર્મ થોડું હોય છે તે અમુક પ્રમાણમાં દાન વધારે આપી શકે છે. અને કેટલાક તો જગતમાં જેટલી વસ્તુઓ ઉપર પોતાનું સ્વત્વ સ્થપાયું હોય છે, તે બધાનું દાન આપી શકે છે. છતાં જગતની બાકીની વસ્તુઓ ઉપર પોતાનું સ્વત્વ ન સ્થપાવાને કારણે તે વસ્તુઓનું દાન આપી શકતા નથી. તેટલું તેને પણ દાનાન્તરાય કર્મ ખરું જ. આ રીતે દુનિયામાં નજર નાંખતા દાનાન્તરાય કર્મવાળાના અનેક વર્ગો પડી જશે. અને આ રીતે વિચારતાં ઓછુંવત્તું દરેક જીવને દાનાન્તરાય કર્મ હોય જ છે. જગતમાં જેટલી વસ્તુઓ છે, તે દરેક વસ્તુઓને નિમિત્ત તરીકે રાખીને પ્રત્યેક આત્મા પોતાના ગુણોનો વિકાસ કરી શકવાનો લાભ મેળવવાને હક્કદાર છે. છતાં લાભાન્તરાયકર્મને લીધે તેનો લાભ ઓછેવત્તે અંશે મેળવી શકનારા મળે છે. પણ સંપૂર્ણ લાભ મેળવવામાં જેટલી ખામી રહે છે, તે આ લાભાન્તરાય કર્મને લીધે જ. તથા પ્રત્યેક આત્મામાં, જગતને ઊથલપાથલ કરી નાંખવાની પૂર્ણ શક્તિ હોવા છતાં તમારાથી એક મણનો પણ આ પથ્થર ઉપાડવો મુશ્કેલ છે. અને આ કાળુ ઠાકોર પાંચ મણની ગુણી ઉપાડીને ચાલી શકે છે. તેના
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy