________________
૨૦૬ કર્મ-વિચાર ભાગ-૩
છે, પણ તે કોના કરતાં? જેને ઓછા છે તેના કરતાં તેને ભોગપભોગ વધારે છે. પણ તેના આત્માને જગતના સઘળા ભોગો ભોગવવાનો હક્ક છે. તેને બદલે આપણી દૃષ્ટિએ તે જો કે ઘણા ભોગવે છે, છતાં જગતના તમામ ભોગ તથા ઉપભોગની દૃષ્ટિથી તે પણ નાની સંખ્યા છે. અર્થાત્ બાકીના તે નથી ભોગવી શકતો. તેટલા ભોગો તથા ઉપભોગો ભોગવવા ન દેનારું અંતરાયકર્મ તેને પણ છે. તેના કરતાં ઓછી સામગ્રીવાળાને અંતરાય કર્મ વધારે છે. એ ખરું. પણ એકને અંતરાયકર્મ છે અને બીજાને નથી. એમ ન સમજવું. બન્નેને અંતરાયકર્મ છે, માત્ર ઓછુંવત્તું છે.
આપ “ભોગ અને ઉપભોગ” એ બે શબ્દો વાપરો છો, તેનું કારણ શું?
તેનું કારણ તો ખાસ કંઈ નથી. આપણે અહીં ભોગ અને ઉપભોગની સામગ્રી જુદી ગણાય છે, એ વાત ધ્યાનમાં રાખીને શાસ્ત્રકારોએ કર્મના પણ એવા જ બે ભેદ પાડી બતાવ્યા છે.
એમ ભેદપ્રભેદની અપેક્ષાએ ભેદ પાડવા હોય તો કાંઈ વાંધો નથી ?
ના.
તોપણ શાસ્ત્રકારો સંક્ષેપ ખાતર જૂજ ભેદ પાડે છે. છતાં જરૂર પડે, તો કોઈ વખત શાસ્ત્રીય રીતે ભેદો પાડે છે અને જરૂર પડે તો દુનિયાના વ્યવહારને અનુસરીને પણ ભેદો પાડે છે અને કોઈ વખતે બને રીતે ભેદો પાડે છે.
- એ ગમે તેમ હોય, પણ ભોગ અને ઉપભોગમાં આપણા વ્યવહારમાં કે શાસ્ત્રીય રીતે શો ફેરફાર છે ? - જે વસ્તુઓ વારંવાર ભોગવાય, તે ભોગ્ય વસ્તુ કહેવાય, અને જે વસ્તુઓ એકાદ વખત ભોગવ્યા પછી ફરીથી કામમાં ન આવે, તે ઉપભોગ્ય કહેવાય. જેમકે, ફૂલ, અત્તર, તેલ વગેરે. ઉપયોગમાં લીધા પછી એની એ ચીજો બીજી વખત કામમાં આવતી નથી. તેથી તે ઉપભોગ્ય ગણાય.
શાસ્ત્રકારો તો, બધી ચીજો જીવને ભોગ્ય હોવાથી તેના ભાગો જ ગણે, તો કાંઈ વાંધો નથી. પણ આપણે બન્નેને જુદા ગણીએ છીએ, તેથી તેઓએ પણ જુદા જ ગણાવ્યા છે અને તેથી અંતરાયકર્મના પણ એ બે ભેદ જુદા જુદા ગણાવ્યા છે.