________________
કર્મપ્રકૃતિ નિરૂપણ - ૨૨૭
છેલ્લાં બે દર્શનોનું આવરણ કરવા છતાં પ્રાણીઓને છેલ્લાં બે દર્શન કેટલેક અંશે તો હોય છે અને છેલ્લું દર્શન તો દરેક પ્રાણીને હોય જ છે. [વિકાસક્રમની દૃષ્ટિને ઉદ્દેશીને શાસ્ત્રકારોએ જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીયનો ક્રમ આમાં બતાવ્યા કરતાં ઊલટો બતાવ્યો છે.]
અર્થાત્ કેવળજ્ઞાન અને કેવળદર્શન છેલ્લે થાય છે. એ દૃષ્ટિથી તેને છેલ્લા મૂકયાં છે. તેથી મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યાયજ્ઞાનાવરણીય, કેવળજ્ઞાનાવરણીય, ચક્ષુર્દર્શનાવરણીય, અચક્ષુર્દર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય, કેવળ દર્શનાવરણીય એવો ક્રમ લીધેલો છે. આગળ ઉપર પણ આવી રીતે જ્યાં શાસ્ત્રીય ક્રમ કરતાં ઊલટો ક્રમ જણાય ત્યાં આ સમાધાન સમજી લેવું અને અમે જે ક્રમ દર્શાવ્યો છે, તેમાં આત્મા સાથે વધારે નિકટસીધો સંબંધ દર્શાવવા માટે તેમ કર્યું છે. અર્થાત્ શાસ્ત્ર સાથે કશો વિરોધ નથી.]
ચાર દર્શનાવરણીયથી આચ્છાદિત થવા છતાં કેટલીક દર્શનશક્તિ ખુલ્લી રહે છે. તેના ઉપર નિદ્રાદિક પાંચ દર્શનાવરણીય કર્મો અસર કરે છે. જેમકે—
હું બેઠો હોઉં છું ત્યારે સામેની ચીજ હું ચક્ષુર્દર્શનના બળથી જોઈ શકું છું. પણ જો મને નિદ્રા આવે તો તે જોઈ ન શકું, તેમજ મને કંઈ અડકે તો તે પણ બરાબર ઓળખી ન શકું. તેમ જ શબ્દ પણ સાંભળી ન શકું. ૧૦ ૫. નિદ્રોત્પાદક દર્શનાવરણીયકર્મ–જલદી જાગી શકાય, તેવી ઊંઘ, તે નિદ્રા. તેને ઉત્પન્ન કરનાર કર્મ, તે નિદ્રોત્પાદક દર્શનાવરણીય કર્મ. ૧૧ ૬. નિદ્રાનિદ્રોત્પાદક દર્શનાવરણીયકર્મ-મુશ્કેલીથી જાગી-કે જગાડી શકાય, તેવી ગાઢ નિદ્રા, તે નિદ્રાનિદ્રા. તેને ઉત્પન્ન કરનારું કર્મ. ૧૨૭. પ્રચલોત્પાદક દર્શનાવરણીયકર્મઊઠતાં બેસતાં ઊંઘ આવ્યા કરે એવી ઊંઘનું નામ પ્રચલા. તેને ઉત્પન્ન કરનાર કર્મ.
૧૩ ૮. પ્રચલાપ્રચલોત્પાદક દર્શનાવરણીયકર્મ—ચાલતાં ચાલતાં ઊંઘ આવે, એવી ઊંઘનું નામ પ્રચલાપ્રચલા. તેને ઉત્પન્ન કરનાર કર્મ. ૧૪ ૯. સ્થાનદ્ધિ-ઉત્પાદક દર્શનાવરણીયકર્મ ઊંઘમાં ને ઊંઘમાં ખૂબ કામ