________________
પાઠ રજે
પ્રાણીવર્ગનું પૃથક્કરણ
તમે આ પ્રાણીઓ ગણાવ્યાં, તેમાંના કેટલામાં કઈ કઈ જાતનું સરખાપણું છે? અને કઈ કઈ બાબતમાં એકબીજાથી જુદાં પડે છે? તે કહી શકશો ?
હા, જી. સાધારણ રીતે તો કહી શકીશ જ. ભૂલ આવે તો આપ સુધારશો, અને અધૂરું રહે તે આપ પૂરું કરશો.
કબૂલ, પરંતુ તમારાથી બને તેટલું તો કહો. તેમાં તમારી બુદ્ધિને ઉત્તેજના મળશે. બુદ્ધિ કસોટીએ ચઢશે અને સ્વતંત્ર (મદદ વિના) વિચારશક્તિ ખીલશે.
તમામ પ્રાણીઓમાં કેટલીક જાતનું સરખાપણું તો જણાય છે. જુઓ, દરેકને શરીર છે, દરેક ચાલે છે, દરેક ખાય છે, દરેક બચ્ચાંઓ ઉત્પન્ન કરે છે, દરેકને કરવું પડે છે, દરેકને જન્મ લેવો પડે છે, દરેકમાં પ્રેમ, ક્રોધ, ભય વગેરે કેટલીક કેટલીક લાગણીઓ પણ જણાય છે.
ઠીક. ત્યારે દરેકમાં ફેરફાર શો શો છે ? તે પણ કહો જોઈએ. ફેર તપાસીશું, તો તે પણ ઘણો માલૂમ પડશે. બોલો ત્યારે.
આકાર જુદા જુદા છે. અવાજ જુદા જુદા છે. અવયવોની આકૃતિઓમાં પણ ફેરફાર છે. સ્વભાવ જુદા જુદા હોય છે. રંગમાં છે. લાગણીઓ જુદી જુદી જોવામાં આવે છે. ખોરાકની પસંદગીમાં વિવિધતા માલૂમ પડે છે. કોઈને પૂંછડું, તો કોઈને પાંખ, કોઈને નહોર, તો કોઈને શીંગડાં, કોઈને રુવાંટીની પાંખ, તો કોઈને ચામડીની પાંખ છે. કોઈને બે પગ તો કોઈને ચાર, કોઈને છે તો કોઈને આઠ પગ છે. કોઈ લાંબા હોય