________________
પાઠ ૯મો
ઉદય
ઉદય એટલે વિપાક, અનુભાવ, ફળ—એ બધા સમાનાર્થક શબ્દો છે. ઉદયાવલિકામાં પ્રવિષ્ટ કર્મ જેમ જેમ ઉદયમાં આવતું જાય છે, તેમ તેમ તે તે કર્મનાં તે તે ફળો-સામગ્રીઓ અવસ્થાઓ વગેરે આત્માને સંપ્રાપ્ત થતાં જાય છે.
હવે મારો પ્રશ્ન એ હતો કે, “તમે એટલે શું ?' ત્યારે તેના જવાબમાં—તમારો આત્મા, તેનું સ્વરૂપ અને શક્તિઓ અને જુદાં જુદાં કર્મોને લીધે તમને મળેલી સામગ્રીઓ. એ બધાનો સમુદાય તે તમે છો, એ હવે બરાબર સમજ્યા હશો.
વળી તમારી પાસે કયાં કયાં કર્મો છે, કે જેને લીધે તમને આ ઘણી ખરી સામગ્રીઓ મળી છે ? અથવા તમારા આત્માની તથા શરીરની પ્રવૃત્તિઓમાં વપરાતી અનેક સામગ્રીઓ ઉપરથી તમારી પાસે કયાં કયાં કર્મો હોવાં જોઈએ ? કયાં કયાં કર્મોનો કેટલી હદ સુધી ઉદય છે ? વગેરે હવે ચોક્કસ નક્કી કરી શકશો કે કેમ ?
હા, જી.
તો તે પ્રમાણે તમારી મેળે એ વિચારો. પછી તમારા મિત્રો, બીજા માણસો, પશુપક્ષીઓ, ગાયો, ઘોડા વગેરે કાં કાં કર્મો હશે ? તે તમારી મેળે શોધવા લાગો અને નક્કી કરો. પછી કીડાઓ, જંતુઓ વગેરે જુદા જુદા પ્રાણીવર્ગ ઉપર જેટલી બુદ્ધિ પહોંચે તેટલું ઘટાવો. ત્યારે તમારા કર્મનું નાટક કેવું વિચિત્ર છે ? તે બરાબર સમજાશે. આ ઘટનાઓ કરો, લખો અને રોજ