________________
બારીકમાં બારીક કણિયો—પરમાણુ ૨૫
બરાબર. તમને ઠીક સમજાયું છે.
તમે આ કોટ પહેર્યો છે, તે તમે જ્યારે નવો લીધો, ત્યારે જેવો હતો તેવો હાલ નથી જ. જ્યારથી તમોએ કોટ પહેરવો શરૂ કર્યો ત્યારથી જ એને ઘસારો લાગ્યો છે. તપાસો તો ખરા, પહેલાંના જેવો એ ક્યાં છે ? તેમાંથી પણ ઝીણા ઝીણા તાંતણા દ૨૨ોજ છૂટા પડ્યા જ કરે છે, એમ હંમેશ તાંતણા નીકળી જતા હોવાથી લાંબે વખતે ફાટવાની સ્થિતિમાં આવશે. ત્યારે આપણે કહીશું કે “આ કોટ જૂનો થઈ ગયો.” તે પછી પહેલાના કોટની માફક ઉ૫૨ કહ્યું, તે પ્રમાણે ચીંથરાં થઈને બાકીના તાંતણા પણ માટી સાથે મળી વધારે બારીક થઈ હવામાં ઊડી જશે.
હા, એમ જ થશે.
પણ ખાતરી કરો. હાથમાં એક બ્રશ લો, તમારા કોટ ઉપર જરા જોરથી ઘસો, તમારી આંખથી ચાર કે પાંચ આંગળ દૂર તમારી નજર સ્થિર કરો. તમને ઝીણી ઝીંણી રુવાંટી ઊડતી માલૂમ પડશે. જો કે તેવી રુવાંટી ઓછાવત્તા પ્રમાણમાં દરેક વખતે ઊડ્યા જ કરે છે, પણ બ્રશ ઘસવાથી વધારે ઊડે છે, તેથી વધારે જણાય છે. અને કેટલીક તો એટલી બધી બારીક હોય છે, કે જે આપણે આંખથી જોઈ પણ ન શકીએ, તેવી જ રીતે આ ઈંટ પણ જ્યારે ભાંગવા માંડે, ત્યારે તેનો પણ છેવટે ભૂકો થઈ રસ્તામાંની ધૂળ બની જાય છે.
રસ્તામાં આ ધૂળ છે, તે ક્યાંથી આવી ? કહી શકશો ?
હા. મકાનો પડી જાય, ઘસારાથી ચૂનો, માટી, ઈંટ વગેરેના મોટા કકડા થાય, ને તેમાંથી કાંકરા જેવડા કકડા, ને છેવટે ભૂકો થઈ જાય. કપડાં, લાકડાં વગેરે ચીજો ભાંગે, ટૂટે, ફાટે, ને છેવટે તેનો પણ ભૂકો થઈ જાય છે. તથા રાખ વગેરે અનેક ચીજો એમાં ભળી જાય છે. અને એ બધાનો ભૂકો, તે રસ્તામાંની ધૂળ હોય, એમ મને હવે લાગે છે.
બરાબર છે. તમારું કહેવું અમારા વિચારને મળતું જ છે.
ધૂળની ચપટી ભરી લાવો. તેમાંથી એ ઝીણામાં ઝીણી કણી લો. જુઓ, આ ગુલાબી રંગનું પડીકું. તેમાંથી ધૂળની કણી તમે લીધી, તેવડી જ