________________
કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૮૫
આચાર્યપણું અને આચાર્ય પદવી, સાધુપણું અને સાધુપદવી વગેરેમાં સૂક્ષ્મ ભેદ છે. અર્થાત તે તે જાતની સ્વાભાવિક યોગ્યતા આત્માના તે તે ગુણોની ખિલવણીથી ઉત્પન્ન થાય છે. પરંતુ તે તે જાતની પદવી મળે છે, તે આ કર્મના પેટા ભેદમાંના તે તે પદવી પ્રેરકકર્મને લીધે મળે છે, એમ સમજી શકાય છે. તે તે જાતની યોગ્યતા છતાં તે તે યોગ્યતાને લગતી પદવીને પ્રેરક કર્મ જેણે ઉપાર્જન ન કર્યું હોય, તેને તે પદવી મળતી નથી. તેથી આ ભેદ સમજાય તેવો છે.
આ રીતે સમાનશક્તિવાળા આત્માઓમાં પણ તીર્થંકરપદ માત્ર અમુક વ્યક્તિને જ હોય છે.
પદવી પ્રાપ્ત કરવાને માટે યોગ્ય સદ્વર્તન જેમ જેમ કેળવીએ તેમ તેમ તે પ્રાપ્ત થતું જાય, તેવી રીતે સર્વોત્કૃષ્ટ ઉત્તમ સદ્વર્તનમાં આત્માને લગાવવાથી પરિણામે તીર્થકરપદ પ્રાપ્ત થાય છે, તે કેળવવાના ૨૦ પ્રકારો શાસ્ત્રમાં બતાવ્યા છે. પ્રભુમય જીવન કરવાના એ સચોટ વીસ પ્રકારોનું યથાર્થ સેવન કરે તે ચોક્કસ પ્રભુમય થાય, તીર્થકર થાય. પ્રભુમય થવાની યથાર્થ કૂંચી આપણા પ્રાચીન શાસ્ત્રકારોથી અજ્ઞાત નથી.
એ વીસ પ્રકારો કયા કયા?
તે વિષયનું પ્રકરણ આવશે ત્યાં તે ગણાવીશું અને સમજાવીશું. એકંદર સદ્વર્તન રાખવું, એ તેનો સાર છે. હાલ તો એટલું સમજીને આગળ વધીએ તો ઠીક.
૨૦. સપ્રતિપક્ષ પ્રત્યેકપ્રકૃતિઓ–આ પણ માત્ર સપ્રતિપક્ષતાને લીધે પ્રથમની પ્રવૃતિઓ કરતાં જુદી પડે છે, નહીં કે બીજું કાંઈ પણ કારણ છે.
આમાં પ્રત્યેકનામકર્મ અને સાધારણનામકર્મ, સ્થિરનામકર્મ, અસ્થિરનામકર્મ, શુભનામકર્મ અને અશુભનામકર્મ—એ છ પ્રકૃતિઓ પુદ્ગલવિપાકી છે. બાકીની ચૌદ જીવવિપાકી છે.'
પુદ્ગલવિપાકીનો વિપાક શરીર ઉપર થાય છે. અને જીવવિપાકીઓ જીવ ઉપર સીધી અસર કરીને તે તે સામગ્રી પ્રાપ્ત કરાવે