________________
૨૮૬ કર્મ-વિચાર ભાગ-૩
છે. માટે જીવવિપાકી છે.
૧૩૨. ૮૪. ૧. ત્રસનામકર્મ
૧૩૩. ૮૫. ૨. સ્થાવરનામકર્મ
આ બન્ને કર્મોની અસર પરસ્પર વિરુદ્ધ જેવી છે. માટે સપ્રતિપક્ષ પ્રકૃતિઓ છે. આત્મામાં ગતિશક્તિ છે. આત્મા નિષ્પ્રયોજન ગતિ કરે જ નહીં. અથવા સપ્રયોજન સર્વત્ર ગતિ કરી શકે, અથવા સદા ગતિશીલ રહી શકે. આવી તેની સ્વતંત્ર મૂળ ગતિશક્તિ છે. તે શક્તિને અમુક મર્યાદામાં મર્યાદિત કરનાર ત્રસનામકર્મ છે. અને જ્યારે ગતિનો તદ્દન રોધ થઈ જાય એટલી હદ સુધી પોતાનો વિપાક બતાવે, અને તેને પરિણામે જીવને એક જ સ્થળે સ્થિર થઈ રહેવું પડે, ઇચ્છા છતાં ગતિ કરવાનો હક્ક જરાયે ભોગવી ન શકાય, એવી સ્થિતિમાં આવી જવું પડે, તે સ્થાવરનામકર્મને લીધે. ગતિને મર્યાદિત કરનાર અને ગતિનો રોધ કરી સ્થિતિ કરાવનાર કર્મની કેમ જાણે બે અવસ્થા વિશેષને ધ્યાનમાં રાખીને એક કર્મના બે ભેદ પાડ્યા હોય, તેવું જણાય છે. ત્રસનામકર્મને લીધે અમુક હદ સુધીની ગતિ શક્તિ વ્યક્ત રહે છે, અને સ્થાવરનામકર્મને લીધે તે શક્તિ ઢંકાઈ જાય છે, એટલું જ નહીં પણ સ્થિર રહેવું જ પડે છે. ઝાડને ખસેડવા ધારીએ તો સાધારણ પ્રયત્નથી તો ખસેડી શકાય જ નહીં એવી સચોટ સ્થિરતા હોય છે તે સ્થાવરનામકર્મને લીધે.
૧૩૪. ૮૬. ૧. બાદરનામકર્મ
૧૩૫. ૮૭. ૨. સૂક્ષ્મનામકર્મ
આ કર્મો જીવની સંકોચ વિકાસ શક્તિ ઉપર મર્યાદા મૂકે છે, અને તેને અંમુક વખત સુધી અમુક સ્થિતિમાં લાવી મૂકે છે. આત્મા ધારે તો લોકવ્યાપી થઈ શકે છે, અને ધારે તો તદ્દન નાનું પણ રૂપ કરી શકે છે. જ્યારે જેમ ધારે તેમ કરી શકે છે, પરંતુ આ કર્મો એ શક્તિ ઉપર મર્યાદા મૂકે છે. એટલે કે એક જીવની એવી ઇચ્છા હોય કે હું અમુક મોટી જગ્યામાં વ્યાપીને રહું અને એકની ઇચ્છા એવી હોય કે હું તદ્દન નાનામાં નાની જગ્યામાં વ્યાપીને રહું. સ્વતંત્ર આત્મા તેમ