________________
૧૩૦ કર્મ-વિચાર ભાગ-૨
પ્ર-પરમાણુઓ પરસ્પર કેમ ચોંટતા હશે ? ૩૦-પરમાણુઓમાં સ્નેહ-ચીકાશનો ગુણ હોય છે. તેથીપ્ર-જૂનાં કર્મો સાથે નવાં કર્મો કેમ ચોંટતાં હશે ? ઉ-તે પણ સ્નેહ-ચીકાસને લીધે ચોટે છે. પ્ર-ચીકાસ બાબત કંઈ વિસ્તારથી સમજાવશો ?
ઉ-ના. તેનો વધારે વિચાર અમારે આવ્યો જ નથી.
પ્ર-જે સમયે, કાર્યણવર્ગણા અને આત્માનો સંબંધ થાય, તે વખતે કુલ કેટલી ક્રિયાઓ થાય ?
ઉ-ઘણી ઘણી ક્રિયા થઈ જાય છે, તે નીચે પ્રમાણે :
૧. આત્મામાં યોગસ્થાનક અને અધ્યવસાયસ્થાનક ઉત્પન્ન થાય છે.
૨. કાર્મણવર્ગણા ખેંચાઈને આત્મા સાથે ચોંટે છે.
૩. જૂનાં અને નવાં કર્મ પરસ્પર ચોંટે છે.
૪. દરેકના ભાગ પડી જાય—પ્રદેશબંધ થાય છે.
૫.
દરેક ભાગના સ્વભાવ નક્કી થઈ, સ્વભાવ પ્રમાણે નામ પડે પ્રકૃતિબંધ થાય છે.
૬. દરેક પ્રકૃતિનો વખત નક્કી થઈ જાય—સ્થિતિબંધ થાય છે.
૭. દરેક પ્રકૃતિનો જુસ્સો—બળ અસરકારકતા નક્કી થાય—રસબંધ થાયછે.
૮. દરેક પ્રકૃતિનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, અને ભવ નક્કી થાય છે. પ્ર–આ બધું કેટલા વખતમાં બને છે ?
ઉ-એક, બે સમયમાં બને છે.
પ્ર–આ બધું કરનાર કોણ ?
ઉ-યોગસ્થાનક અને અધ્યવસાયસ્થાનકને લીધે આત્મામાં જાગ્રત
થયેલા પ્રયત્ન વિશેષ કે જેનું નામ બંધનકરણ છે, તે કરે છે. પ્ર-બંધ થયા પછી કર્મની શી શી દશા થાય ? ઉ-પછી બંધાવલિકામાં પડ્યું રહે.