________________
સંગ્રહ ૧૩૧
પ્રવજ્યાં નિશ્રેષ્ટ પડ્યું રહે ? - ઉ0--ના, તેના ઉપર બંધની વ્યવસ્થા માટે બંધનકરણનો ઝપાટો ચાલુ હોય છે.
પ્ર-પછી ? ઉ0-પછી, ગમે તેમ તે બીજા કોઈ પણ કરણના ઝપાટામાં આવે છે. પ્રવ-કરણની અસરથી શું થાય ? ઉo-બંધાયેલા કર્મમાં અનેક જાતના ફેરફાર થઈ જાય. પ્રવ-શા ફેરફાર થાય ?
ઉ૦-સ્થિતિ તથા રસ ઘટી જાય, વધી જાય, પરસ્પર પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ, સંક્રમી જાય. ઉપશાંત થાય અથવા ઉદીરાય છે. બંધ વખતે ને પછી પણ નિદ્ધત કે નિકાચના પામે છે.
પ્ર-પછી,
ઉ૦-પછી, આ રીતે અબાધાકાળ પૂરો થાય, એટલે નિષેકકાળ શરૂ થાય.
પ્રવ-અબાધા કાળમાં કર્મ નિશ્રેષ્ટ હોય ?
ઉ0-ના, તેમાં ઉદયને લાયક તૈયારીઓ ચાલતી જ હોય છે. અને કરણોની અસર ચાલુ હોય છે.
પ્રકરણ એટલે ? ઉ0-યોગસ્થાનક અને અધ્યવસાયસ્થાનકનું બળ. પ્રવ-આઠેય કરણનાં નામ અને કાર્ય સમજાવો. ઉ૦- બંધનકરણ : કર્મ બાંધે. સંક્રમણકરણ : કર્મને પરસ્પર સંક્રમાવે. ઉદ્વર્તનાકરણ : સ્થિતિ અને રસ વધારે. અપવર્તનાકરણ : સ્થિતિ અને રસ ઘટાડે. ઉદીરણાકરણ : વખત પૂરો થયા પહેલાં કર્મને ઉદયમાં લાવે.