________________
પાઠ ૧૪મો
સંગ્રહ
વિદ્યાર્થીઓ ! બીજો ભાગ પૂરો થવા આવ્યો છે, પરંતુ તેમાં સમજાવેલું બધું બરાબર યાદ છે કે ?
હા. જી !
એમ? ત્યારે તો આજ નવો પાઠ બંધ રાખી, તમે કેવું યાદ રાખ્યું છે? એ જ તપાસીએ, તો કેમ ?
ઘણું સારું. અમારી પણ એ જ ઇચ્છા છે. ઠીક, ઠીક. ત્યારે તો હવે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રી-કર્મ એટલે ? ઉ0-આત્મા સાથે ચોટેલી કાર્મણવર્ગણા. પ્રવ-આત્મા સાથે કામણવર્ગણા કેમ ચોટતી હશે?
ઉ0-આત્મામાં યોગ ઉત્પન્ન થાય છે. તેથી આત્મા પોતાની જગ્યાએ રહેલી કાર્મણવર્ગણાને પોતાની સાથે મેળવે છે.
પ્રવે-સાથે મેળવે છે.” એટલે શું?
ઉ-આત્મા પર અસર કરે, તેવા સંસ્કાર, તે આવેલી કાર્મણવર્ગણામાં ઉત્પન્ન કરે છે. તેનો સંબંધ તો જૂનાં કર્મો સાથે થાય છે.
પ્રહ-કાશ્મણવર્ગણા કર્મરૂપે કેમ બને છે? ઉતેમાં પરિણામ પામવાનો સંયોગ પામવાનો સ્વભાવ છે.