________________
૨૮૨ કર્મ-વિચાર ભાગ-૩
ગરમી જણાશે, પછી નહીં જણાય. ત્યારે આતાપમાં એ ફેર છે કે મૂળ સ્થળે ગરમી નથી હોતી અને દૂર દૂર વધારે ને વધારે ગરમી હોય છે. જો કે આ એક વિચિત્ર શોધ છે પણ તે જાણવા જેવી છે. સૂર્યનો તડકો આપણને લાગે છે, પણ સૂર્ય એટલો ગરમ નથી એમ આ કર્મના વિવેચન વખતે શાસ્ત્રકારો આપણને સમજાવે છે.
૧૨૯. ૮૧. ૧. ઉદ્યોતનામકર્મ-ઉદ્યોત, કાંતિ, પ્રભા એ નામનો પ્રયોગપરિણામ પ્રાણીના શરીરમાં ઉત્પન્ન થાય છે, તેનું પ્રેરક આ કર્મ છે. હીરા, પન્ના, ચંદ્ર, પતંગિયા, દેવો, મહાતપસ્વીઓ, ખજુઆ, કેટલીક ઔષધિઓ વગેરેના શરીર પર ઠંડક ઉત્પન્ન કરે તેવો ઉદ્યોતપરિણામ ચકચકતો જણાય છે તે આ કર્મને લીધે. પન્નાનો રંગ નીલવર્ણ નામકર્મને લીધે, તેમ જ હીરાનો શ્વેતવર્ણ નામકર્મને લીધે, પરંતુ ચકચકાટ ઉઘાત કર્મને લીધે છે.
૧૩૦. ૮૨. ૧. શ્વાસોચ્છવાસનામકર્મ–આ કર્મ જીવવિપાકી છે. યદ્યપિ શ્વાસોચ્છવાસ નામની વર્ગણા અગાઉ પહેલા ભાગમાં આપણે ગણાવી ગયા છીએ, તેના ગ્રહણ, પરિણમન અને ત્યાગ કરવામાં પર્યાપ્તિ નામકર્મ પ્રમાણે વપરાતી જીવની શક્તિ કામ કરે છે, પરંતુ તે ગૃહીત અને પરિણત વર્ગણાનો શ્વાસોશ્વાસપણે ઉપયોગ કરી લેવામાં આ કર્મ જીવને પ્રેરક બળ આપે છે, તેથી આપણે શ્વાસ લઈ શકીએ છીએ અને ઉદ્ઘાસ કાઢી શકીએ છીએ. જો આ કર્મ ન હોય તો સતત નિયમિત ચાલતી આ પ્રવૃત્તિ ચાલી ન શકે. તેમાં આત્માને નિયમિત રીતે પોતાનું સામર્થ્ય લાગુ રાખવાનું જ હોય છે. એ પ્રવૃત્તિમાં પોતાનું સામર્થ્ય રોકવાનું આત્મા બંધ કરે એટલે બધી જીવનની પ્રવૃત્તિઓ રોકાઈ જાય છે અર્થાત્ આ કર્મ આત્માની અમુક શક્તિને આ પ્રવૃત્તિમાં રોકી રાખે છે, અથવા આ પ્રવૃત્તિ ચલાવવા માટે અમુક એક શક્તિને રોકી આપે છે અર્થાત્ આ કર્મની સીધી અસર આત્માની અમુક શક્તિ ઉપર છે એટલે તે જીવવિપાકી કહેવાતી હોવી જોઈએ.
આપણે શ્વાસોશ્ર્વાસ લઈએ છીએ તેને પ્રાણાપાન કહે છે અર્થાતું, જુદાં જુદાં દ્વારોથી શરીરમાં દાખલ થતો પ્રાણવાયુ અને નીચે ફરીને પાછો જુદાં જુદાં દ્વારોમાંથી નીકળી જતો અપાનવાયુ એમ કહેવાય છે.