________________
કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૮૩
ખરી રીતે એ વાયુ નથી. જો કે પવન દાખલ થાય છે અને બહાર નીકળે છે. પરંતુ તેની સાથે બીજાં દ્રવ્યો હોય છે. જૈનશાસ્ત્રકારો કહે છે કે, તે ક્રિયામાં શ્વાસોચ્છવાસ વર્ગણાના કંધો ખાસ ઉપયોગી છે. પર્યાપ્તિ નામકર્મથી ઉત્પન્ન થયેલી જીવની જીવનશક્તિવિશેષ પોતાના બળથી એ વર્ગણાના સ્કંધો ગ્રહણ કરે છે, ઉપયોગમાં આવે તેવી રીતે તેને પરિણાવે છે, અને ઉપયોગમાં લીધા પછી તેને છોડી દે છે, અને નવા લે છે વગેરે પ્રવૃત્તિ ચાલ્યા કરે છે.
ભાષાના સ્કંધોની માફક શ્વાસોચ્છવાસના સ્કંધોનો માત્ર અમુક વખતે જ ઉપયોગ થાય છે, એમ નથી. પરંતુ તેનો ઉપયોગ સતત અમુક નિયમ પ્રમાણે નિયમસર ચાલ્યા જ કરે છે, અને તેમ ચલાવવામાં આત્માનું અમુક પ્રમાણમાં બળ નિયમિત રીતે જોડાઈ રહે છે. તે રીતે નિયમિત રીતે તે બળને રોકી રાખવાનું કામ આ કર્મ કરે છે. એટલે આ પ્રકૃતિ જીવવિપાકી તો બરાબર લાગે છે.
પરંતુ પ્રાણાપાન-શ્વાસોચ્છવાસ વર્ગણા મળે છે, તે કયા કર્મને લીધે, અને તેમાં થતા બીજા પરિણામવિશેષનાં નિયામક કર્મો કે જે પુગલવિપાકી સંભવી શકે, તે કેમ નહીં ગણાવ્યા હોય ? તે વિશે તમને શંકા થશે. પરંતુ સંક્ષેપપ્રિય શાસ્ત્રકારોએ કોઈમાં અંતર્ભાવ કરેલો હોવો જોઈએ. એ જ પ્રમાણે ભાષા અને મનને માટે પ્રશ્ન છે. જો પર્યાપ્તિનામકર્મને તેના નિયામક તરીકે ગણવામાં આવે, તો તે પણ જીવવિપાકી છે, પુદ્ગલવિપાકી નથી. એટલે શરીરનામકર્મ સાથે તેનો અંતર્ભાવ કર્યો હોય તો ના ન કહેવાય. વળી ભાષા અને મનની પ્રવૃત્તિમાં પ્રેરક બળ શરીર (કાયયોગ) આપે છે. તેને બદલે પ્રાણાપાનમાં પ્રેરક બળ આ પ્રાણાપાનલબ્ધિજનક નામકર્મ આપે છે. આમ કંઈક વ્યવસ્થા લાગે છે.
આપ આ રીતે સંદેહમાં વાતો કરો, ત્યારે અમારે શું સમજવું ?
બરાબર છે. આ વિષય એટલો ગંભીર છે કે આ વિષયના વિજ્ઞાનના ઊંડા જ્ઞાન વિના તેનું યથાર્થ સમાધાન વિદ્વાનોએ પણ આપવું મુશ્કેલ પડે તેમ છે. એટલે આ કર્મવિચારના વિષયોમાં આટલા ઉપરથી તમે