________________
શરીર અને આત્માની પ્રવૃત્તિઓનું પૃથક્કરણ ૧૭૧
મૂકી હતી. હાથે કેરી પકડી રાખી. મોંએ હોઠવતી ધીમે રહી દબાવવા માંડી, મોનો અંદરનો ભાગ ખેંચીને રસ ગળા નીચે ઉતારવા લાગ્યો. વચ્ચે વચ્ચે જીભ સ્વાદ લેવા લાગી. પણ મારે એ કેરી તરત મૂકી દેવી પડી. કારણ તે ખાટી હતી. દાંત બિચારા ધ્રૂજી ઊઠ્યા, જીભ પણ ના પાડવા લાગી. આ બધામાં દરેક જાતની આત્માની પ્રેરણા હતી. માત્ર હાથનું મોં તરફ જવું, કેરી પકડી રાખવી, મોંએ કેરીને પોતાનામાં પ્રવેશ થવા દીધો, જીભ રસને અડકી, મોંના બીજા અવયવોએ આ કામમાં મદદ કરી, એ બધી શરીરની પ્રવૃત્તિ હતી.
ખાટા રસ તરફથી પાછા ફરવું જોઈએ, એ પ્રેરણા આત્માની. અને પાછા ફરવાની ક્રિયા જીભે કરી. મોંએ કેરી તરછોડી કાઢી. હાથે નીચે મૂકી દીધી. આ બધી શરીરની પ્રવૃત્તિ.
આવી ખાટી કેરી મેં કદી ચૂસી નથી. તેથી આનું શું પરિણામ આવશે? હવે કદી આવી કેરી નહીં ચૂસું. એવી આ કેરી તરફ અણગમાની લાગણી થઈ, તે પણ આત્માની જ ક્રિયા.
જો કે બીજી કેરી ચૂસવી કે કેમ ? એ વિચારમાં જ મારો આત્મા હતો, પણ આપની આજ્ઞા માનવી જોઈએ. આવા સદ્ગુણની લાગણી ધરાવનારા મારા આત્માએ બન્ને કેરી ચાખવાનો આપનો હુકમ યાદ કર્યો, અને તરત હાથમાં પ્રેરણા થઈ કે, હાથે ડીંટું ઉખેડી કેરી મોંએ લગાડી. આમાં હાથ અને મોં સિવાયની બધી આત્માની જ પ્રવૃત્તિઓ છે. કેરી મોંએ લાગી કે અનિચ્છાએ પણ જીભને ફરજ બજાવ્યા વિના છૂટકો નહોતો. જીભનો અને રસનો સ્પર્શ થયો. રસના અણુઓ જીભની પોચી કાયા ઉપર પ્રસર્યા, અંદરથી જવાબ આવ્યો—‘સરસ છે ! ચૂસો !' જીભ ચોંટી રહી. અંદરથી આત્મા હાથ, મોં અને જીભ પર પ્રેરણા મૂલ્યે જતો હતો, અને સ્વાદનો આનંદ લેતો જતો હતો.
પરંતુ આપે ચાખવાનો હુકમ આપ્યો હતો, નહીં કે ચૂસવાનો. આ વાત આત્માએ બરાબર યાદ રાખી હતી. એટલે ચખાઈ રહેવા પૂરતી ક્રિયા થયે નીચે મૂક્યા વિના તેનો છૂટકો જ નહોતો એ આત્માની સમજમાં બરાબર હતું. બસ. તરત સર્વને મનાઈ કરવી પડી. જીભ, મોં વગેરે દૂર