________________
૧૧૬ કર્મ-વિચાર ભાગ-૨
૩. પછી મેં તાસક ઢાંકી થોડી વાર થઈ તેવામાં એકાએક ઊભરો આવ્યો, અને દૂધ બહાર ઊભરાઈ જવા લાગ્યું, તે વખતે સંભાળ રાખીને મેં તાસક ઉપાડી લીધી ન હોત, તો તપેલીમાં દૂધ રહેત કે કેમ ? બહુ જ થોડું રહેત.
ઠીક, ભાઈ ! ઠીક. નોંધ તો ઠીક રાખી છે, આ નોંધ બરાબર યાદ રાખજે. કારણ કે, તે દાખલાથી બેત્રણ મુદા મારે તમને સમજાવવાના છે, તે સમજાવવા ઠીક પડશે. ૧. ઊભરો આવ્યા પહેલાં દૂધમાં કોઈ જાતની ક્રિયા નહોતી થતી, એમ
તો નહીં જ. ૨. પણ ગરમ થવાની ક્રિયા જરૂર શરૂ થઈ ચૂકી હતી. ૩. એ ક્રિયા પૂરી થઈ, કે તુરત વરાળ નીકળી અને ઊભરો આવ્યો. ૪. “ જો ગરમ થવાની ક્રિયા પહેલાથી જ ન થઈ હોત, તો ઊભરો ન જ
આવત. ૫. એટલે ઊભરો આવ્યા પહેલાં, પાક (ગરમ) થવા માટે થોડા વખતની
જરૂર હતી. ૬. જો તેમ ન હોય, તો ચૂલા ઉપર મૂકતાંની સાથે જ ઊભરો આવી જવો જોઈતો હતો.
તેવી જ રીતે, બંધનકરણથી છૂટું પડેલું કર્મ, તરત જ ફળ આપી શકતું નથી. પરંતુ ફળ આપવા લાયક થતાં પહેલાં કેટલોક વખત બીજી અનેક ક્રિયાઓ-કરણોની અસરોમાંથી તેને પસાર થવું પડે છે. અને તેને માટે વખત પણ જરૂર લાગે જ.
હવે વિચારો કે, એક વર્ષની સ્થિતિનું હાસ્યકર્મ બાંધ્યું, તેનો અર્થ એ થયો કે બાંધવાના વખતથી માંડીને એક વર્ષમાં તે ભોગવાઈને આત્મપ્રદેશોથી છૂટું પડી જાય. પરંતુ બંધાયા પછી એકાદ મહિનો તેના ઉપર બીજાં કરણોની અસર થાય, ત્યારે તે ફળ બતાવવા લાયક બને અને જ્યારે ફળ બતાવવા લાગે, ત્યારે એકાદ મહિના પછી, ને બાર મહિના પૂરા થતા સુધી હસવું આવે.