________________
૧૫૬ કર્મ-વિચાર ભાગ-૩
જ સરખું કર્મ કારણ હોય તો પછી બધા સરખા જ થવા જોઈએ કે નહીં ? બધાંનું કર્મ સરખું ન ગણવું જોઈએ. આ ઉપરથી તો એમ સમજાય છે કે, ગાયનું શરીર અપાવનાર કર્મ જુદું, મનુષ્યનું શરીર અપાવનાર કર્મ પણ જુદું હોવું જોઈએ.
તો પછી, જ્યારે તમારો આત્મા સૌથી પહેલો એકલો હતો, તે બીજે ક્યાંય ન જતાં મનુષ્યમાં આવ્યો. એટલે મનુષ્યો જે ઠેકાણે, ને જે પરિસ્થિતિમાં રહે છે ત્યાં લાવનાર એક કર્મ તમારા આત્મા સાથે હોવું તો જોઈએ ને ?
હોવું જોઈએ. ચાલો ત્યારે, એટલું તો સમજ્યો કે, પ્રથમ મનુષ્યોના સ્થળમાં ને પરિસ્થિતિમાં લાવનાર કર્મ.
એ સ્થળમાં લાવીને પણ મનુષ્યજાત અપાવનાર કર્મને લીધે જ હું પશુપક્ષી ન થતાં મનુષ્ય થયો.
તેમાં પણ કોળી, વાઘરી, ભીલ, ભંગી ન બનાવતાં વ્યાપારી કુટુંબમાં, વૈશ્ય જાતિમાં, ઓસવાળ જ્ઞાતિ જેવા સારા વંશમાં મને લાવનાર પણ જુદું જ કર્મ હોવું જોઈએ.
પછી આ મારું શરીર જેનું બનેલું છે તે વર્ગણાઓ આપનાર કર્મ. તમારું શરીર કઈ વર્ગણાનું બન્યું છે, તે માલૂમ છે ? ના, જી !
પહેલા ભાગમાં ગણાવેલી સોળ વર્ગમાંની બીજી ઔદારિક ગ્રહણયોગ્ય વર્ગણા આવેલી છે ને ? તે વર્ગણાનું આ શરીર બન્યું છે.
૧ લી ૩ જી કે ૪ થી વગેરેમાંની કોઈ વર્ગણામાંથી નહીં, ને બીજી વર્ગણાનું એ કેમ બન્યું હશે ?
૧ લી અને ૩ જી તો અગ્રહણયોગ્ય વર્ગણા છે. ચોથીનું કેમ નથી બન્યું, તે આગળ સમજાશે. હાલ એટલું જ સમજી લો, કે તમારું શરીર બીજી વર્ગણાના સ્કંધોનું બનેલું છે.
એટલે ઔદારિક સ્કંધો સિવાય બીજા કોઈપણ સ્કંધો તેમાં નહીં હોય ?