________________
મનુષ્યની જીવનસામગ્રી ૧૫૫
મારા આત્માનો સંબંધ કેમ થયો ? ક્યારે થયો ? કેટલા વખત માટે થયો ? ક્યાં સુધી તે સંબંધ રહેશે ? વગેરે.
મારી ઉંમર સોળ વર્ષની કહેવાય છે. તેનો અર્થ શો ? તમે જ કહોને ! તેનો અર્થ એટલો જ કે, મારું આ શરીર ઉત્પન્ન થયાને ૧૬ વર્ષ થયાં. એમ નહીં.
ત્યારે.
તમારા જન્મદિવસથી તમને ૧૬ વર્ષ થયાં, એમ સમજવું. હા, જી ! બરાબર. એટલે શરીર તો તે પહેલાં જ ઉત્પન્ન થયેલું.
સામાન્ય રીતે તમારા શરીરને ઉત્પન્ન થયાને ૧૬ વર્ષને ૯ માસ થયા ગણાય.
જ્યારે મારું આ શરીર ઉત્પન્ન નહીં થયું હોય તે પહેલાં શી સ્થિતિ
હશે?
તે વખતે આ શરીર વગરનો એકલો તમારો આત્મા હશે. ખરું, પરંતુ તે આત્માએ આ શરીર કેમ ઉત્પન્ન કર્યું હશે ?
મારો પણ એ જ તમને પ્રશ્ન છે. વળી તમારા આત્માએ ગાય, ઘોડા, સિંહ, હાથી જેવું શરીર ન બનાવ્યું અને આવું માણસ જેવું બનાવ્યું, તેનું પણ શું કારણ હશે ?
એ તો આપે પ્રથમથી જ કહ્યું છે ને કે, દરેકનું કારણ કર્મ છે.
એ તો બરાબર, પણ ગાયનું શરીર ઉત્પન્ન થવામાં પણ કર્મ કારણ ખરું ને ?
હા.
તો પછી તમારું શરીર ઉત્પન્ન થવામાં જેમ કર્મ કારણ છે, તેમ જ ગાયનું શરીર ઉત્પન્ન થવામાં પણ કર્મ કારણ છે. તે જ રીતે માખી, ભમરા, સાપ વગેરેનું શરીર ઉત્પન્ન થવામાં પણ કર્મ કારણ છે; પરંતુ જો બધે એક