________________
કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ) ૨૬૩
નવી આવેલી તૈજસ્ અને કાર્મણ સાથે થાય, તથા તૈજસ્કાર્મણના મિશ્રણ સાથે મિશ્રણ થઈ જાય. પછી આવેલી નવી ઔદારિકવર્ગણાનો સંબંધ પ્રથમની ઔદારિક સાથે, તે જ વખતે નવી આવેલી તૈજસ્ અને કાર્પણ સાથે અને છેવટે તૈજસ્ કાર્યણના એકાકાર મિશ્રણ સાથે એકાકાર થાય છે.
ઉપર પ્રમાણે જ વૈક્રિયશરીરવાળાને અને આહારકશરીરવાળાને માટે સમજી લેવા.
૭૩. ૨૫. ૮. વૈક્રિય-વૈક્રિયબંધનનામકર્મ ૭૪. ૨૬. ૯. વૈક્રિય-વૈજબંધનનામકર્મ ૭૫. ૨૭. ૧૦. વૈક્રિય-કાર્યણબંધનનામકર્મ ૭૬. ૨૮. ૧૧. વૈક્રિય-તૈજસ્-કાર્યણબંધનનામકર્મ ૭૭. ૨૯. ૧૨. આહારક-આહારકબંધનનામકર્મ ૭૮. ૩૦. ૧૩. આહારકતૈજસ્-બંધનનામકર્મ ૭૯. ૩૧. ૧૪. આહારક-કાર્મણબંધનનામકર્મ
૮૦. ૩૨. ૧૫. આહારક-તૈજસ્-કાર્યણબંધનનામકર્મ
દેવનારકને ઔદારિક સાથેના ચાર બંધનને બદલે આ ચાર વધારે હોય છે. એટલે કુલ સાત બંધન તેને પણ હોય છે. ચાર બંધનનાં પ્રેરક આ ચાર કર્યો છે.
ચતુર્દશ પૂર્વધર જ્યારે આહારકશરીર બનાવે ત્યારે આ ચાર જાતનાં બંધનોનો સંભવ ઉત્પન્ન થાય છે. એટલે તે પણ સાત થાય છે. તે વખતે આ કર્મ આ ચાર બંધનોમાં પ્રેરક થાય છે.
જો આ બંધનનામકર્મ ન હોય, તો શરીરની વર્ગણાઓનું પરસ્પર એકાકાર મિશ્રણ ન થાય. એટલે રેતીના લાડુની માફક પવનનો ઝપાટો લાગતાં જ શરીર વેરાઈ જાય અથવા પાણીનો દરેડો પડતાં ગળી જાય. પરંતુ તેમ બનતું નથી, તે આ કર્મને લીધે.
૬. સંઘાતનનામકર્મ
સમ્ ઉપસર્ગ હન્ ધાતુ ઉપરથી સંઘાતન શબ્દ બને છે. તેનો અર્થ