________________
સૌથી ઓછામાં ઓછો યોગ.
તેથી સહેજ વધારે યોગ.
તેથી સહેજ વધારે યોગ.
તેથી સહેજ વધારે યોગ.
યોગસ્થાનકો ૭૭
એમ કરતાં કરતાં ઠેઠ સૌથી વધારે યોગ.
જ્યારે તમે શાંતપણે બેઠા હો છો, તે કરતાં જ્યારે દોડતા હો છો, ત્યારે યોગ વધારે હોય છે. અથવા તમારું શરીર નબળું છે, અને તમારા મિત્રનું શરી૨ મજબૂત છે. તેથી તમારા કરતાં તેમાં યોગ કંઈક વધારે પ્રવર્તે છે. તમારું મનોબળ મજબૂત, અને તર્ક-વિતર્ક શક્તિ સારી છે. તેથી તમારા વેગવંતા મનને લીધે તમારો એ યોગ પ્રબળ છે. અને તમારો મિત્ર શૂન્ય— વિચારશક્તિરહિત છે. તેથી મનને લીધે થતાં આંદોલનો તેને નબળાં થાય છે. એ રીતે તેનો યોગ ઓછો છે.
આવી રીતે વધતા ઓછા પ્રમાણવાળા યોગના પ્રકારોને યોગસ્થાનક કહે છે. ‘તેવા યોગસ્થાનક અસંખ્ય હોય છે.” જેનું સ્પષ્ટીકરણ આગળ ઉપર સમજાવીશું.
પ્રશ્નો
૧. કર્મબંધ થવામાં મદદગાર કોણ હોય છે ?
૨. અભિસંધિજ અને અનભિસંધિજ યોગ એટલે શું ?
૩. યોગસ્થાનક એટલે શું ? ને તે કેટલા ? અને કેવી રીતે હોય ?
૪. ઓછા વધતા યોગનું કારણ શું ?
૫. કર્મ અને કાર્મણવર્ગણામાં ફેર શો ?
૬. બંધ અને કર્મમાં ફેર શો ?