________________
૭૬ કર્મ-વિચાર ભાગ-૨
કહેવાય છે. અંદરના કારણને અનભિસંધિ કહેવાય છે, અને તેને લીધે ઉત્પન્ન થયેલો યોગ અનભિસંધિજ યોગ કહેવાય છે.
બહારનાં કારણો ખાવું, પીવું, દોડવું, ચાલવું, ખેંચવું, રોવું, ચિંતા કરવી, ક્રોધ કરવો, અકરાંતિયા થઈને ખાવું, શરીર હલાવવું, બળ કરવું વગેરે વગેરે છે. તેને લીધે પણ આત્મામાં આંદોલનો થાય છે. જયારે તમે કોઈ સાથે કુસ્તી કરો છો, ત્યારે કેટલું બધું બળ પડે છે ને શરીરમાં લોહી કેવું ધબકારાબંધ દોડે છે? એ અભિસંધિજ આંદોલન-અભિસંધિજ યોગ. કહેવાય છે.
. આવાં બહારનાં કારણો વિના આપણે શાંત હોઈએ, ઊંઘતા હોઈએ, છતાં આંદોલનો ચાલુ જ હોય છે. કોઈ માણસ ઊંઘતો હોય, તે વખતે તેની નાડી તપાસશો, તો ત્યારે પણ તેની નાડી ધબકતી માલૂમ પડશે, એ યોગનું નામ અનભિસંધિજ યોગ કહેવાય. શરીરમાંથી આત્મા નીકળી જાય છે, કે એકાએક શરીરની તમામ સૂમમાં સૂક્ષ્મ પ્રવૃત્તિ બંધ પડી જાય છે.
આત્માનાં સૂક્ષ્મ ફુરણો ચાલુ હોય, ત્યાં સુધી માણસ જીવતો હોય છે. કહે છે કે–“હવે જીવ તાળવે છે.” એટલે મગજમાં પણ આત્મા વિદ્યમાન હોય છે, અને હૃદય બંધ પડવા છતાં, આત્માનાં સૂક્ષ્મ ફુરણો તે વખતે મગજમાં ચાલુ હોય છે, તે બધો અનભિસંધિજ યોગ કહેવાય છે.
બહારનાં કારણો વિના પણ આત્મામાં આંદોલનો ચાલુ રહ્યાં જ કરે? અથવા કાંઈક અંદરનાં બીજાં કારણો હશે ?
નહિ, “આત્માનો મુખ્ય સ્વભાવ સંજોગ મળતાં, કારણ મળતાં આંદોલિત થવાનો છે. કારણો ન હોય, તો તે તદ્દન સ્થિર રહી શકે છે. બહારનાં કે અંદરનાં કારણો મળે તો જ તે આંદોલિત થાય છે. તેથી બહારનાં કારણ ન હોય, તો છેવટે અંદરનું કારણ તો અવશ્ય હોય જ છે. તે અંદરનાં કારણોનું મૂળ શું છે? તે હાલ સમજાવી શકાશે નહિ. આગળ સમજાવીશું.
એટલે હવે બહારનાં કારણોને લીધે અથવા અંદરનાં કારણોને લીધે થતા યોગની ઓછાશ-વધતાશના ચડતાં ઊતરતાં અનેક પગથિયાં હોય છે.