________________
પાઠ ૨જો
બંધના પ્રકારો
પ્રદેશબંધ
(૧)
આ ઉપરથી એટલા નિયમો સિદ્ધ થયા કે
૧. આપણને કોઈ પણ વખતે-કોઈ પણ સમયે કોઈ પણ યોગસ્થાન હોવું જ જોઈએ.”
શાંતપણે ઊંઘતા હોઈએ, અથવા ગમે તે વખતે પણ—દરેક સમયે—કોઈ પણ યોગસ્થાનક હોય જ છે. અથવા ગમે તે કામ કરતા હોઈએ, તે વખતે પણ—દરેક સમયે—કોઈ પણ પ્રકારનું યોગસ્થાનક હોય જ છે.
૨. “જે વખતે—જે સમયે—જે પ્રકારનું યોગસ્થાનક હોય, તે પ્રમાણે તે વખતે આપણે કાર્મણવર્ગણા ગ્રહણ કરીએ છીએ." યોગસ્થાનક મંદ હોય, તો કાર્મણવર્ગણા ઓછી ગ્રહણ કરીએ છીએ, અને તીવ્ર હોય તો વધારે ગ્રહણ કરીએ છીએ.
તમે આ પથ્થર ઊંચકો ! કેમ વજન ઘણું છે ને ?
હા, જી ! ઘણું છે.
જુઓ, તમારો હાથ ધ્રૂજે છે, ને લાલચોળ થઈ ગયો, કારણ કે લોહી એકદમ ફરે છે, લોહી એકદમ ફરવાને લીધે હાથના આત્મપ્રદેશોમાં પણ આંદોલનો વધારે પ્રમાણમાં થાય છે. એટલે કે યોગસ્થાનક વધારે આંદોલનવાળું છે. કેમકે હાથમાંના આત્મપ્રદેશો વધારે આંદોલિત છે. તેવી